Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગુડ્ડન...ની અંતરા જિંદાલ (દલજીત કોૈર)એ છોડ્યો શો

સલમાન ખાનના સોૈથી લોકપ્રિય શો બિગ બોસની નવી સિઝન શરૂ થવાની છે. લગભગ ઘણા કલાકારો આ શો સાથે જોડાવા ઇચ્છુક છે. હવે દલજીત કોૈર પણ આ શોમાં સામેલ થવા જઇ રહ્યાની ચર્ચા છે. 'ગુડ્ડન તુમ સે ના હો પાયેગા' શોમાં અંતરા જિંદલનો રોલ નિભાવી રહેલી દલજીતે બિગ બોસ-૧૩માં સામેલ થવા માટે શો છોડી દીધો છે. દલજીત અગાઉ પોતાના વિવાદીત લગ્ન જીવનને કારણે અનેક વખત ચર્ચામાં આવી ચુકી છે. હવે તે ગુડ્ડન...શો છોડીને બિગ બોસમાં જવા નક્કી કરી રહી છે. ૨૦૦૪માં કુલવધૂ શો થકી દલજીતે ટીવી પરદે એન્ટ્રી કરી હતી. એ પછી તેણે કુમકુમ, કૈસા યે પ્યાર હૈ, માનો યા ના માનો, કુલવધૂ, સંતાન, છોટા સા આસમાન, ઇસ પ્યાર કો કયા નામ દૂં, સાવધાન ઇન્ડિયા, વિક્રમ બેતાલકી રહસ્ય ગાથા, બોસ-બાપ ઓફ સ્પેશિયલ સર્વિસ સહિતના શો અને નચ બલીયે-૪ સહિતના રિયાલીટી શો કર્યા છે.

(9:59 am IST)