Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

પચ્ચીસ વર્ષ પછી પોલીસ ઓફિસરના રોલમાં રજનીકાંત

સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ 'દરબાર' આવી રહી છે. આ ફિલ્મનું ધમધોકાર શુટીંગ ચાલી રહ્યું છે. રજનીકાંત તેમાં પોલીસ ઓફિસરના રોલમાં છે. એઆર મુરૂગદાસ દ્વારા નિર્દેશીત આ ફિલ્મનો પહેલો લૂક એપ્રિલમાં સામે આવ્યો હતો.  તાજેતરમાં રજનીકાંતના પોલીસ ઓફિસર લૂકની સેટ પરની એક તસ્વીર ખુબ વાયરલ થઇ હતી. જેમાં તે ખુબ ગુસ્સામાં દેખાઇ રહ્યા છે. આ કોઇ ફાઇટ સિન હોય તેવું લાગી રહ્યું છે.રજનીકાંત લગભગ પચ્ચીસ વર્ષ પછી પોલીસ ઓફિસરનો રોલ નિભાવી રહ્યા છે. છેલ્લે ૧૯૮૨માં તેણે ફિલ્મ પાંડિયનમાં પોલીસનો રોલ નિભાવ્યો હતો. દરબારમાં નયનતારા છે.  સાથે સુનિલ શેટ્ટી, પ્રતિક બબ્બર, યોગી બાબૂ જેવા કલાકારો છે.

(9:58 am IST)