Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

'દેશી મેજીક'ની રાહમાં છે એશા

બોલીવૂડમાં જન્નત ફિલ્મથી ૨૦૧૨માં કારકિર્દી શરૂ કરનાર એશા ગુપ્તાએ અત્યાર સુધીમાં બાર જેટલી હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેલુગુ અને તમિલ ફિલ્મ પણ કરી ચુકેલી એશા પર્સિયન ફિલ્મમાં પણ ખાસ રોલ નિભાવી ચુકી છે. બોલીવૂડમાં રાઝ-થ્રીડી, ચક્રવ્યુહ, હમસકલ્સ, બેબી, રૂસ્તમ, કમાન્ડો, બાદશાહો સહિતની ફિલ્મો કરી છે. પરંતુ હજુ સુધી ટોચની અભિનેત્રીઓમાં એશાની ગણના થતી નથી. છેલ્લે આ વર્ષે તે વન ડે-જસ્ટીસ ડિલીવર્ડ નામની ફિલ્મમાં જોવા મળી હતી. એશાને એકાદ હિટ ફિલ્મની ખાસ્સી જરૂર છે. જો કે તે સોશિયલ મિડીયા પર ચાહકો વચ્ચે સતત હાજર રહે છે. અવાર-નવાર હોટ અને બોલ્ડ તસ્વીરોથી તે ચર્ચા જગાવતી રહી છે. હાલમાં એશા દેસી મેજીક નામની ફિલ્મ કરી છે. અમિષા પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ મહિને જ રિલીઝ થવાની છે. આ પછી હેરાફેરી-૩ પણ એશાના હાથમાં છે. એશાએ તાજેતરમાં પ્રિન્ટેડ બેકલેસ મોનોકિની પહેરેલી તસ્વીર પોસ્ટ કરી હતી. જેને ચાહકોએ ખુબ પસંદ કરી છે.

(9:58 am IST)