Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ટાઇગર સ્પાઇડર મેન અવતારમાં જોવા મળશે?

ટાઇગર શ્રોફ સ્ટારર સ્ટુડન્ટ ઓફ ધ યર 2' માટે જબરદસ્ત એક્સાઇટમેન્ટ છવાયું છે. જેમાં તે ડેબ્યૂટન્ટ્સ અનન્યા પાંડે અને તારા સુતરિયાની સાથે જોવા મળશે. અમને જાણવા મળ્યું છે કે, આ ફિલ્મમાં ટાઇગર સ્પાઇડર મેનના અવતારમાં જોવા મળશે.

સોર્સીસ અનુસાર સ્ટુડન્ટ ઓફ ધ યર 2'ના એક સોંગની સુપરહીરો થીમ છે કે જેમાં ટાઇગર સ્પાઇડર મેન જેવા ડ્રેસિંગમાં જોવા મળશે. આમ પણ સ્પાઇડરમેન હંમેશાથી ટાઇગરનો સુપરહીરો આઇડોલ છે અને એટલે જ સ્વાભાવિક રીતે તે આ સોંગથી ખૂબ ખુશ હશે..

(11:06 am IST)