Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

આલિયા-કિએરા પછી સિદની લાઇફમાં આવી નવી લવર

બોલિવૂ઼ડમાં લિંકઅપ અને બ્રેક-અપના ન્યૂઝ સતત આવતા રહે છે. ક્યારેક કોઈનો સંબંધ તૂટવાના ન્યૂઝ આવે છે તો ક્યારેક લિંકઅપથી બોલિવૂડમાં હલચલ મચી જાય છે.

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારા સિદ્ધાર્થ મલ્હોત્રાની જિંદગીમાં રિસન્ટલી આ જ પ્રકારની ઉથલપાથલ મચી ગઈ હતી. થોડા મહિના પહેલાં જ ન્યૂઝ આવ્યા હતા કે, સિદ્ધાર્થ અને આલિયાનું બ્રેક-અપ થઈ ગયું છે. જોકે, બંનેએ ક્યારેય તેમના સંબંધોની વાત સ્વીકારી નહોતી, પરંતુ તેઓ અવારનવાર સાથે જોવા મળતા હતા. તેમના બ્રેક-અપ બાદ સિદ્ધાર્થ કિએરા અડવાણી સાથે ડેટ કરી રહ્યો હોવાના ન્યૂઝ આવ્યા હતા. વેલ, સિદ્ધાર્થ અને કિએરાએ એ સમયે કહ્યું હતું કે, તેઓ બંને સિંગલ છે અને તેઓ ફક્ત તેમના કામ પર જ ફોકસ કરવા માગે છે.

સિદ્ધાર્થ વિશે હવે ન્યૂઝ આવી રહ્યા છે તે અત્યારે નોરા ફતેહી સાથે ડેટિંગ કરી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર તેઓ બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છે. તેઓ બંને એકબીજા સાથે રેગ્યુલરલી ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે અચૂક કોશિશ કરે છે. જોકે, તેઓ પબ્લિક પ્લેસીસ કે ઇવેન્ટ્સ કે પાર્ટીમાં સાથે જોવા મળતા નથી. સિદ્ધાર્થની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે અત્યારેજબરિયા જોડી'ના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને પરિણીતી ચોપરાની જોડી છે. એ સિવાય તે વિક્રમ બત્રાની બાયોપિકમાં પણ જોવા મળશે.

(11:05 am IST)