Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

પ્રિયંકા ચોપરાના ભાવિ સસરાના માથે 7 કરોડનું જંગી દેવું

પ્રિયંકાના ફિયાન્સે નિક 2.5 કરોડ ડૉલરની સંપત્તિના માલિક છે

એજન્સી/ નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ભાવિ સસરા અને અમેરિકાના ગાયક નિક જોનાસના પિતા પોલ જોનાસની રિયલ એસ્ટેસ કંપની 10 લાખ ડૉલરથી પણ વધુ રકમના દેવામાં ડૂબેલી છે. આમાં કંપની દ્વારા એક કાયદીકીય કેસ હાર્યા બાદ 2.68 લાખ ડૉલરની રકમ પણ સામેલ છે. મીડિયાના રિપોર્ટ મુજબ, આ પહેલા જોનાસ બ્રધર્સ, જેમા નિક પણ ભાગિદાર હતા, આ કંપનીએ 2013માં બેન્ડના વિસર્જન પહેલા વિશ્વભરમા લાખો ગીતો વેચ્યા હતા, અને ત્યારબાદ ત્રણેય લોકોએ પોતપોતાના ક્ષેત્રમા કામ કરવાનું ચાલું રાખ્યું.

 


નિક પાસે કથિત રીતે 2.5 કરોડ ડોલરની સંપત્તિ છે. તેણે મોટાભાગની કમાણી સોલો કલાકાર તરીકે કરી છે, પરંતુ તે અભિનય ક્ષેત્રમાં પણ હાથ અજમાવી રહ્યા છે, તે હાલમાંજ જુમાન્જીના બીજા ભાગમાં તે દેખાયો હતો.

પ્રિયંકા ગત ઘણા સમયથી તેની લવ લાઇફને કારણે ચર્ચામા રહી છે. જોકે તેણે નિક સાથે સગાઇ કરી આ સંબંધને જાહેર કરી દીધો છે. આ પહેલા તેણે આ સંબંધને મીડિયાથી છૂપાવીને રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે સગાઇ બાદ આ જોડી હવે ટૂંક સમયમા લગ્નના સંબંધમા બંધાઇ જશે.

(11:05 am IST)