Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

શ્રુતિ ઓટીટી પર આવવા તૈયાર

સાઉથના સુપર સ્ટાર કમલ હાસન અને સારિકાની દિકરી શ્રુતિ હાસન સાઉથમાં અભિનેત્રી તરીકે મોટુ નામ ધરાવે છે. તે અભિનેત્રી હોવા ઉપરાંત સારી ગાયીકા પણ છે. હિન્દી ફિલ્મોમાં પણ શ્રુતિએ ઓળખ ઉભી કરી લીધી છે. હાલમાં ડિજીટલ પ્લેટફોર્મની બોલબાલા છે ત્યારે એક પછી એક મોટા કલાકારો આ માધ્યમ પર આવી રહ્યા છે. તેમાં હવે શ્રુતિ પણ સામેલ થઇ છે. અગાઉ સાઉથની સુંદરી તમન્ના ભાટીયાએ ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી હતી. હવે શ્રુતિ પણ ઓટીટી પર આવવા તૈયાર થઇ ગઇ છે.  પણ તેની એક નાનકડી શરત એ છે કે જે કોઇ પ્રોેજેકટ હોય એ તામિલ ભાષામાં પણ હોવો જોઈએ, જેથી એ તેના આ તાહકો પણ ખુશ રહી શકે. શ્રુતિ હાસનને હમણાં જ બે વેબ-સિરીઝની ઓફર આવી હતી. જો કે તેણે આ બંને ઓફરને તાલિમમાં પણ સિરીઝ બનાવવી પડશે તેવી શરતો સાથે હાલ તો પાછી મોકલી છે. શ્રુતિએ બોલીવૂડમાં લક ફિલ્મથી શરૂઆત કરી હતી. પણ તે ફલોપ રહી હતી. એ પછી તેણ ઘણી હિન્દી ફિલ્મો કરી છે પરંતુ ખાસ સફળતા મળી નથી. આથી તે હિન્દીની સાથે તામિલમાં પણ સિરીઝ બને તેવો આગ્રહ રાખી રહી છે. 

(10:27 am IST)