Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ફરી ગોપી વહૂ બની જીયા માણેક

ટીવી પરદે સાથી નિભાના સાથીયા વધુ એક વખત આવી રહ્યું છે. આ વખતે ગોપી વહૂ તરીકે દેબોલીના ભટ્ટાચાર્ય નહિ પરંતુ જુની ગોપી એટલે કે જીયા માણેક ફરીથી આવી રહી છે. સાસુના રોલમાં રૂપલ પટેલ ફરીથી જોવા મળશે. દર્શકોને જુની ગોપી અને કોકીલા જ ગમતાં હતાં. એટલે ફરીથી નિર્માતાએ આ બંનેને સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે. એક પ્રોમો પણ આવી ગયો છે. જેમાં ગોપીવહૂને કોકીલા કપડા ધોવા આપે છે, સાથે લેપટોપ પણ આપે છે. અગાઉ ગોપીએ અહમનું લેપટોપ પણ ધોઇને દોરીએ સુકવી દીધું હતું. પરંતુ આ વખતે ગોપી કપડા તો ધોઇ નાખે છે પણ લેપટોપ સાઇડમાં રાખી દે છે. પ્રોમોમાં કોકીલા અને ગોપી બંને દેખાઇ રહ્યા છે.  જીયા માણેકે ગોપી તરીકે જમાવટ કર્યા પછી શો છોડી દીધો હતો અને તેની જગ્યાએ દેબોલીનાને લેવાઇ હતી. પરંતુ હવે ફરીથી જીયા અને રૂપલની જોડી ધમાલ મચાવશે. 

(10:26 am IST)