Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સુનિલને એમાં વાંધો નથી

સુનિલ ગ્રોવરને ચાહકો કોમેડી નાઇટ્સ વિથ કપિલ અને ગૂટર ગૂ જેવા શોને કારણે વધુ ઓળખતા થયા છે. જો કે તે ૧૯૯૫થી અભિનય કરી રહયો છે. પ્યાર તો હોના હી થા, મૈ હૂ ના, ગજની, દેવ ડી, જિલ્લા ગાજીયાબાદ, ગબ્બર ઇઝ બેક, બાગી, ભારત સહિતની ફિલ્મો પણ કરી ચુકેલો સુનિલ તાંડવ અને સનફલાવર જેવી વેબ સિરીઝમાં પણ સોૈનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં સફળ રહ્યો છે. તે કહે છે મને એક જ પ્રકારની ભુમિકામાં બંધાઇ રહેવામાં કોઇ જ વાંધો નથી. તેના વન લાઇનર્સ, હાવભાવ અને કોમેડી ખુબ જ લોકપ્રિય છે. સલમાન ખાન, સૈફ અલી ખાન સાથે કામ કરી ચુકેલો સુનિલ કહે છે મને એક ચોક્કસ બોકસમાં રહેવામાં કોઇ વાંધો નથી. એટલે કે કોઇ એક પ્રકારની ભુમિકાઓ કરવામાં વાંધો નથી. ખરેખર તો લોકો જ તમને એક ચોક્કસ પ્રકારની ભૂમિકામાં જોવા માગે છે અને તેમને એ ગમે પણ છે. બોકિસંગનો અર્થ એ થાય છે કે લોકો તમારો એ ચોક્કસ પાત્રમાં સ્વીકાર કરે છે. તેથી એને હું કોઇ સીમામાં બંધાઇ જવું એમ નહીં કહું પરંતુ મારા મતે તો એ એક પ્રકાર પણ મને સ્વીકાર્ય છે.

(10:26 am IST)