Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ભાઇ બહેનના પ્રેમને વ્યકત કરતી શોર્ટ ફિલ્મ 'અતૂટ બંધન' રીલીઝ

રાજકોટ, તા., ૩૦: ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. ત્યારે ભાઇ-બહેનના સ્નેહ પ્રેમને વ્યકત કરતી એક શોર્ટ ફિલ્મ 'અતૂટ બંધન'   Holy Ideas Production ની ટયુબ ચેનલ પર રજુ કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન રાજકોટના યુવા ડાયરેકટર હર્ષીલ કાનાબાર દ્વારા થયું છે. કાવ્યા જેઠવા, હર્ષિલ કાનાબાર તથા જેવલ રાણપરીયા દ્વારા અભિનીત શોર્ટ ફિલ્મની સિનેમેટોગ્રાફી યોગેશ સોલંકી દ્વારા થઇ છે. પોસ્ટ પ્રોડકશન ક્રિષ્ના સોની અને સંગીત મોહીત દુધૈયા દ્વારા અને પોસ્ટર ડિઝાઇન સર્વસ્વ ડિઝાઇન દ્વારા થયું છે. આ શોર્ટ ફિલ્મ હોલી આઇડીયાઝ પ્રોડકશનની ચેનલ પર નિહાળી શકાશે.

(3:47 pm IST)