Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રોમ-કોમ ફિલ્મમાં શ્વેતા બસને મુખ્ય રોલ

ઓટીટી પ્લેટફોર્મ ઝીફાઇવ પર એક અનોખી રોમ-કોમ ફિલ્મ 'કોમેડી કપલ' આવી રહી છે. આ ફિલ્મમાં સાકિબ સલિમ અને શ્વેતા બસુ પ્રસાદની મુખ્ય જોડી કામ કરી રહી છે. સારેગામા ઇન્ડિયાની ફિલ્મ નિર્માણા શાખા યુડલે ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન નચિકેત સામંતે કર્યુ છે. આ ફિલ્મ ગુડગાંવ શહેરના બેકગ્રાઉન્ડમાં બનાવાયેલી રોમાન્ટીક કોમેડી છે. શહેરમાં વધી રહેલા સ્ટેન્ડઅપ કોમેડી દ્રશ્યના બેકડ્રોપ પર ફિલ્મ બનાવાઇ છે. અભિનેતા સાકિબ સલિમે કહ્યું હતું કે હું આ ફિલ્મ મળવાથી તો ખુશ છું જ, પણ વધુ ખુશી એ વાતની છે કે લોકડાઉન દરમિયાન શુટીંગ શરૂ કરશું. આ મારી પહેલી વેબ ફિલ્મ છે. ઝીફાઇવ સાથે કામ કરીને અત્યંત ખુશ છું. રંગબાઝ મારા માટે શાનદાર અનુભવ હતો. હવે કોમેડી કપલ માટે વધુ ઉત્સાહિત છું. શ્વેતા બસુ પ્રસાદે કહ્યું હતું કે લોકડાઉનમાં લાંબો સમય ઘરે રહ્યા પછી હવે કામ શરૂ કરવાનો રોમાંચ અનેરો છે. જો કે સેટ પર તમામ તકેદારી રાખવી પડશે. ફિલ્મ જીયા અને દિપ નામના પાત્રો આસપાસ છે. જે સ્ટેન્ડઅપ કોમેડી જોડી અને વાસ્તવિક જીવનના પ્રેમી છે.

 

(9:43 am IST)