Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ફિલ્મ ફાસ્ટ એન્ડ ફયુરિયસ ઓનલાઇન થઇ લીક

મુંબઈ: ફાસ્ટ એન્ડ ફયુરિયસ સિરીઝની આગામી ફિલ્મ ફાસ્ટ એન્ડ ફયુરિયસ : હોબ્સ એન્ડ શો બીજી ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે. મેકર્સ માટે ફિલ્મની રિલીઝ પહેલા એક માઠા સમાચાર છે. આ ફિલ્મ રિલીઝ થયા પહેલા જ યૂ ટયૂબ પર અંગ્રેજીમાં લીક થઇ ગઇ છે. આ ફિલ્મમાં લીડ રોલમાં ડવેઇન જોન્સન, ક્રિસ મોર્ગન, જેસન સ્ટેથમ, ઇડ્રિસ એલ્બા છે. ડેવિડ લીચ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ યૂ ટયુબ પર ઉપલબ્ધ છે. આ પહેલા હોલિવૂડની સ્પાઇડર મેન : ફાર ફ્રોમ હોમ, એવેન્જર્સ એન્ડગેમ, અલાદ્દીન, કેપ્ટન માર્વેલ ઓનલાઇન લીક થઇ ગઇ છે.

(5:54 pm IST)