Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ભારત ફિલ્મ કેટરીના કૈફ માટે છે નસીબદાર

મુંબઇ:  પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની ' ભારત છોડીને આંચકો આપ્યો પરંતુ કેટરિના માટે આ ફિલ્મ નસીબ લઇને આવી.અત્યાર સુધી બોલીવૂડની ફિલ્મોમાં કેટરિના રૃા. પાંચ થી છ કરોડ જેટલી ફી લેતી હતી. પરંતુ આ ફિલ્મમાં તેને પ્રિયંકા સમાન મહેનતાણું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત છે. કહેવાય છે કે, સ્વયં અભિનેતાએ કેટરિનાની ફી અંગે નિર્ણય લીધો છે. સામાન્ય રીતે કેટરિના એક ફિલમ માટે રૃા. પાંચ થી છ કરોડ લે છે. પરંતુઆ ફિલ્મે તેનું ભાગ્ય ખોલી નાખ્યું છે. ફિલ્મ 'ભારતમાં કેટરિનાની ફી બમણી થઇ ગઇ છે. પ્રિયંકા રૃા. ૧૨ કરોડ લેવાની હોવાથી સલમાને કેટરિનાને પણ પ્રિયંંકા જેટલી જ ફી અપાવી છે. આ ફિલ્મ દ્વારા કેટરિનાને ફરી રૃપેરી પડદે સલમાન સાથે કામ કરવાની તક મળી છે તે ઉપરાંત તેને ફીમાં અધધધ વધારો મળ્યો છે. સલમાન- કેટરિનાની જોડી રૃપેરી પડદે દર્શકોને આકર્ષવામાં સફળ રહી છે. અલી અબ્બાસ ઝફર પણ કેટરિના આ ફિલ્મમાં જોડાવાથી ખુશ છે.

 

 

(4:57 pm IST)