Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

સાઉથ ફિલ્મના આ સુપરસ્ટારને બાયોપિકમાં કામ કરવામાં નથી રસ

મુંબઈ: અત્યારના સમયમાં બોલીવુડના ઘણા લોકોના જીવન પર ફિલ્મો બની રહી છે અને ઘણા મોટા સ્ટાર આવી બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા રાખતા હોય છે પણ બીજી તરફ સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા કમલ હસન ને બાયોપિક માં કામ કરવાનો જરા પણ રસ નથી તેના વિશે તેમનું કહેવું છે. મને મારા જીવન પર પણ બાયોપિક બને તે પણ પસંદ નથી. પણ જો ભવિષ્ય્માં મારા જીવન પર ફિલ્મ બને તો કોઈ પણ અભિનેતા તેમાં મારો રોલ ભજવી શકે છે. ઉલ્લેખનીય છે કે કમલ હસન તાજેતરમાં આવનાર તેમની ફિલ્મ વિશ્વરૂપમ 2નું પ્રોમોશનમાં વ્યસ્ત છે.

(4:56 pm IST)