Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

મહાનાયક અમિતાભે મનાવ્યો જન્મદિવસ: આજે મળી હતી બીજી જિંદગી : ટ્વીટ કરી ફેન્સનો માન્યો આભાર

મુંબઈ:બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને બર્થડે મનાવ્યો છે અને તેને લઈને ગત રાત્રે ટ્વીટ કરીને પોતાના ફેન્સને થેન્ક્સ આખીને આભાર પણ માન્યો હતો ,બિગ બી નો જન્મદિવસ આમ તો 11 ઓક્ટોબરે છે પરંતુ 2જી ઓગસ્ટે ફેન્સનો આભાર માન્યો,આજના દિવસે બિગ બી ને નવી જિંદગી મળી હતી

  વાસ્તવમાં 2 ઓગસ્ટ 1984માં પોતાની ફિલ્મ કુલીન શૂટિંગ વેળાએ બિગ બીને ઇજા પહોંચી હતી અને હાલત ગંભીર હતી કે તેનું બચવું મુશ્કેલ લાગી રહ્યું હતું પરંતુ ફેન્સનો પ્રેમ અને દુઆએ તેને મોતના મુખમાંથી બચાવ્યો હતો ત્યારબાદથી અમિતાભ 2 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ મનાવે છે તેની માનવું છે કે તેને આજના દિવસે બીજી જિંદગી મળી હતી જે માત્ર ફેન્સના કારણે મળી હતી

   આ વાતને લઈને તેઓએ ગત મોડીરાત્રે ટ્વીટ કરી લખ્યું ,કુલીન અકસ્માત બાદ મળેલી રિકવરી મારો બીજો જન્મ છે,મારા બીજા બર્થડે 2 ઓગસ્ટ પર મને વિશ કરવા માટે આપ સૌનો આભાર,તમામના મેસેજનો રિપ્લાઈ કરવો મારા માટે મુશ્કેલ થશે પરંતુ હું એટલું જરૂર માનું છું કે આપ સૌના પ્રેમ અને પ્રાર્થનાજ મને મોતના મુખમાંથી બચાવ્યો હતો

   અમિતાભ ફૂલી ફિલ્મની શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારે ફાઇટિંગના એક સીનમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા તેઓનું બચવું મુશ્કેલ લાગી રહયું હતું પરંતુ ડોક્ટરોએ જોખમ લઇને એક ઇન્જેક્શન અમિતાભના હૃદયમાં લગાવ્યું ત્યારબાદ અમિતાભ તેને પોતાનો બીજો જન્મ માને છે ફેન્સના પપ્રેમ અને પ્રાર્થનાથી તેને મરતા બચાવ્યો આજે 36 વર્ષ વીતવા છતાં અમિતાભને એ યાદ છે અને તે પોતાના ફેન્સને થેન્ક્સ કહેવાનું ભૂલતા નથી

   હાલમાં અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ બ્રહ્માશસ્ત્રંના શૂટિંગ માટે બલ્ગેરિયામાં છે ફિલ્મમાં તેની સાથે રણબીર અને આલિયા ભૂમિકામાં છે આવતા વર્ષે આ ફિલ્મ રિલીઝ થશે આ વસ્રહ તેની ઠગસ ઓફ હિન્દુસ્તાન દિવાળી પર રિલીઝ થશે

(9:45 am IST)