Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

હોરરના શોખીન દર્શકોને પસંદ પડી રહી છે ડાયન

ભોજપુરી ફિલ્મોમાં મોટુ નામ ધરાવતી અભિનેત્રી મોનાલિસાએ બિગબોસમાં ભાગ લીધા પછી તેને હિન્દી દર્શકો પણ ઓળખવા માંડ્યા છે. મોનાલિસાએ બંગાળી ભાષામાં બનેલી વેબ સિરીઝ દુપુર ટાકુરપોમાં પણ ઝુમા ભાભીનો રોલ નિભાવી ધૂમ મચાવી દીધી હતી. તેના લટકા-ઝટકા પાછળ ચાહકો ફીદા થઇ ગયા હતાં. બોલ્ડ પાત્રથી તે દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. હવે તે ટીવી પરદે ડાયન બનીને આવી છે. સ્ટાર પ્લસ પર રાત્રીના ૧૧ વાગ્યે આવતા શો 'નજર'માં તે ઉંધા પગ, મોટા નખ, ચમકતી આંખો અને લાંબા ચોટલા સાથે દર્શકોને ડરાવી રહી છે. તેની કાતિલ અદા દર્શકોને પસંદ પડી રહી છે. આ શોમાં તે એવી ડાયન બની છે જે હમેંશા યુવાન દેખાવા માટે યુવાઓને જાળમાં ફસાવી તેનું લોહી ચુસી જાય છે. જે યુવાન ભોગ બને છે તે ઘરડો થઇ જાય છે! હોરરના શોખીનોને આ શો ગમી રહ્યો છે.

(9:43 am IST)