Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ફરીથી સેટ પર જવા દિપીકા અત્યંત ઉત્સુક

દિપીકા પાદુકોણ પડકારરૂપ ભુમિકાઓ નિભાવવા માટે જાણીતી છે. જો કે દિપીકા આવી ભુમિકાઓની વધુ ચર્ચા કરતી નથી. દિપીકા હવે વધુ એક જબરદસ્ત સ્ક્રીપ્ટ પર કામ કરવા તૈયારી કરી રહી છે. શકુન બત્રાની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટના કેટલાક પેજ તેણે વાંચી લીધા છે. તે પોતાના પાત્ર માટે હાલ વધુ તૈયારી કરવા નથી ઇચ્છતી, પરંતુ પાત્ર સાથે સ્પર્શમાં રહેવા ઇચ્છે છે. લોકડાઉન હટતાની સાથે જ આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જશે. જો લોકડાઉન ન હોત તો શ્રીલંકામાં આ ફિલ્મના અમુક દ્રશ્યોના શુટીંગનું શેડ્યુલ પણ પુરૂ થઇ ગયું હોત. દિપીકા આગામી ફિલ્મ માટે ફરીથી સેટ પર જવા ઉત્સુક છે. તેણે પરદા પર અનેક પાત્રો જીવંત કર્યા છે. નયના, વેરોનિકા, પદ્દમાવતી, લીલા સહિતના તેના પાત્રો જાણીતા છે. દિપીકાને ફરીથી નવી ભુમિકા સાથે પરદા પર જોવા ચાહકો અધિરા છે. તેની ફિલ્મ ૮૩ તેના પતિ રણવીરસિંહ સાથે જ છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની ચર્ચા હતી. પરંતુ હવે નિર્માતા થિએટર ખુલે તેની રાહ જોઇ રહ્યા છે.

(9:42 am IST)