Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સિંઘમ-૩, ગોલમાલ-૫ની થઇ રહી છે તૈયારી

બોલીવૂડનો સિંઘમ અજય દેવગણ ફરી એકવાર ગર્જના કરવા તૈયાર છે. રોહિત શેટ્ટી અને અજય સાથે મળી અનેક સફળ ફિલ્મો આપી ચુકયા છે. જેમાં ગોલમાલ અને સિંઘમ સિરીઝ પણ સામેલ છે. ગોલમાલમાં કોમેડીનો ડોઝ હોય છે, તો સિંઘમમાં હોય છે એકશનની ધમાલ. હાલમાં રોહિત અક્ષય કુમારને લઇને સૂર્યવંશી બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં અજય પણ ખાસ રોલમાં જોવા મળશે. આ પહેલા રોહિતે રણવીર સિંહને લઇને સિમ્બા બનાવી હતી. તેમાં પણ અજયની જોરદાર એન્ટ્રી બતાવાઇ હતી. હવે સિંઘમ-૩ અને ગોલમાલ-૫ની તૈયારીઓ થઇ રહી છે. અજયએ કહ્યું હતું કે રોહિત બીજા હીરોને લઇને ફિલ્મો બનાવે તો મને કોઇ વાંધો નથી હોતો. કોઇ નાહકની અફવા ફેલાવતું હોય છે. હવે હું અને રોહિત ગોલમાલ તથા સિંઘમ સિરીઝની આગળની ફિલ્મો માટે કામ કરી રહ્યા છીએ. રોહિતે શાહરૂખને લઇને પણ ચેન્નઇ એકસપ્રેસ અને દિલવાલે બનાવી હતી. ચાહકોને હવે ગોલમાલ-૫ અને સિંઘમ-૩ જરૂર જોવા મળશે એ નક્કી છે.

(10:03 am IST)