Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

દિશાની 'સંઘમિત્રા'નું શુટીંગ શરૂ થશે આવતા મહિનાથી

બોલીવૂડમાં કામ કરતાં કલાકારો સાઉથની ફિલ્મો પણ કરતાં થયા છે. ખાસ કરીને બોલીવૂડમાં આવતાં નવા કલાકારોનો આવી ફિલ્મો તરફ પ્રવાહ વધુ હોય છે. ત્યાં તેને મુખ્ય અને સારા રોલ પણ મળી રહે છે. દિશા પટાની પણ સાઉથની મોટા બજેટની 'સંઘમિત્રા' નામની ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સુંદર સી કરી રહ્યા છે. ઐતિહાસ્કિ પૃષ્ઠભૂમિ પર આધારીત આ ફિલ્મમાં દિશા લડાકુ રાજકુમારીના રોલમાં છે. શુટીંગ આવતા મહિનાથી શરૂ થઇ જશે. પ્રારંભે આ ફિલ્મમાં મુખ્ય રોલ શ્રુતિ હાસનને અપાયો હતો. પણ તેણે ફિલ્મ છોડી દેતાં દિશાની પસંદગી થઇ હતી. આ ફિલ્મને પહેલા તો જુન-જુલાઇમાં રિલીઝ કરી દેવાની વિચારણા હતી. પરંતુ શુટીંગ જ હવે શરૂ થઇ રહ્યું છે. સાઉથના હીરો આર્ય અને જયમ રવિ પણ આ ફિલ્મમાં છે. બાહુબલી ફેઇમ કટપ્પા એટલે કે સત્યરાજ પણ ખાસ ભૂમિકામાં છે. દિશા તલવારબાજી, ઘોડેસવારી સહિતની તાલિમ લઇ રહી છે. તલિમ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં ફિલ્મ બનશે. 

 

(9:16 am IST)