Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઝીનત અમાન ફરી એક વખત ગાશે, 'દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની...'

ઇન્ડિયન આઇડલના આગામી એપિસોડનાં ગેસ્ટ ઝીનત 'ધ ગ્રેટ ગેમ્બલર'નું ગીત રીક્રીએટ કરતાં જોવા મળશે

મુંબઇ, તા.૩: સોની પર ચાલી રહેલા સિન્ગિંગ રિયલિટી શો 'ઇન્ડિયન આઇડલ'ની ૧૨મી સીઝનના આવનારા એપિસોડમાં લેજન્ડરી એકટ્રેસ ઝીનત અમાનને ટ્રિબ્યુટ આપવામાં આવશે. શોના કન્ટેસ્ટન્ટ્સ ઝીનત અમાનના ૫૦ વર્ષના કરીઅરનું સેલિબ્રેશન કરશે. સ્વાભાવિક છે કે ગીતો પણ ઝીનત અમાનની ફિલ્મનાં જ પસંદ કરવામાં આવશે. થયું એવું કે સ્પર્ધક દાનિશ હુસેને 'હૈ અગર દુશ્મન' ગીત ગાયું જેનાં ખૂબ જ વખાણ થયાં. એ ગીત પૂરું થતાં દાનિશે વખાણના બદલામાં રિકવેસ્ટ કરી કે ઝીનત અમાનજી તેની સાથે તેમનું વેનિસમાં શૂટ થયેલું મશહૂર સોન્ગ 'દો લફ્ઝોં કી હૈ..' રીક્રીએટ કરે. ઝીનત અમાને કહ્યું કે 'મને તમારો પર્ફોર્મન્સ ગમ્યો છે. તમારામાં કોઈ પણ મંચને લાઇવ પર્ફોર્મન્સમાં કન્વર્ટ કરવાની શકિત છે. આટલું કહીને ઝીનતજીએ દાનિશની ઇચ્છાનું માન રાખ્યું અને સ્ટેજ પર આવ્યાં. ઇન્ડિયન આઇડલના આવનારા એપિસોડમાં બેકડ્રોપમાં વેનિસ તથા સ્ટેજ પર પડેલી હોડી ઉપર ઝીનત અમાન ગીત ગાતાં અને દાનિશ હુસેન ડાયલોગ.

(4:49 pm IST)