Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

નુસરતને મળી હોરર ફિલ્મ

નુસરત ભરૂચાએ બોલીવૂડમાં અત્યાર સુધી લગભગ રોમાન્ટીક અને કોમેડી ફિલ્મો જ કરી છે. હવે તે એક હોરર ફિલ્મમાં જોવા મળશે. 'છોરી' નામની ફિલ્મ નુસરતના હાથમાં આવી છે. પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટૂ કી સ્વીટી સહિતની ફિલ્મો થકી જાણીતી નુસરતે તાજેતરમાં સોશિયલ મિડીયા પર પોસ્ટર મુકયું હતું અને પોતે હોરર ફિલ્મ છોરીમાં કામ કરી રહ્યાની માહિતી આપી હતી. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ ફુરિયા કરશે. વિક્રમ મલ્હોત્રા અને જેક ડેવિસ નિર્મિત આ ફિલ્મ માટે નુસરત ખુબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું હતું કે આ અલગ જોનરની ફિલ્મનો ભાગ બનીને હું ખુબ જ ખુશ છું. હોરર જોનર તરફ હમેંશાથી હું આકર્ષિત હતી. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તે સમાજને અરીસો બતાવશે. દેરક દર્શક વર્ગ આ ફિલ્મ સાથે જોડાઇ શકશે. વિશાલ સાથે હું લાંબા સમયથી કામ કરવા ઇચ્છતી હતી. અંતે તક મળી ગઇ છે. છોરી મારા માટે ખાસ ફિલ્મ બની રહેશે. છોરી અગાઉ મરાઠીમાં બનેલી ફિલ્મ લપાછપીની હિન્દી રિમેક છે. મરાઠી ફિલ્મનું નિર્દેશન પણ વિશાલે કર્યુ હતું.

(9:32 am IST)