Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કરિશ્મા તન્નાએ બનાવ્યો કપ કેક

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના સોશિયલ મિડીયા પર સતત એકટીવ રહે છે. સમયાંતરે પોતાની તસ્વીરો ચાહકો માટે પોસ્ટ કરતી રહે છે. લોકડાઉનમાં સતત ઘરમાં રહીને તેને રસોઇ પ્રત્યે પ્રેમ થઇ ગયો છે. કરિશ્માએ એક વિડીયો પોતાના સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તે કપ કેક બનાવતી જોવા મળી હતી. કરિશ્મા ખુબ કાળજી પુર્વક કેક બનાવી રહી હતી. તે પુરતો સમય લઇ યોગ્ય રીતથી કેક બનાવતી જોવા મળે છે. વિડીયો સાથે કરિશ્માએ કેપ્શનમાં લખ્યું છે-તુમ મેરે કપકેક હો. આ લોકડાઉનમાં મેં કંઇ શીખ્યું હોય તો એ છે કૂકીંગ અને બેકીંગ. બેકીંગનો આ નાનકડો વિડીયો છે. બહાર જે હાલત છે તેને હું નજરઅંદાજ કરી શકતી નથી. આ સ્થિતિ મને દુઃખી અને મજબૂર બનાવે છે. આ વિડીયો અને કૂકીંગ મને હાલના સંજોગોમાં હસતી રાખે છે. કરિશ્મા તન્નાએ કયોં કી સાસ ભી કભી બહુ થી શોથી શરૂઆત કરી હતી. જરા નચકે દિખા, નચ બલીયે, ઝલક દિખલા જા સહિતના શો અને બિગ બોસ-૮ થકી તે વધુ જાણીતી બની હતી. બોલીવૂડમાં પણ તે કામ કરી ચુકી છે.

(9:31 am IST)