Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ખાસ રોલમાં દિપીકા

કોરોનાને કારણે અનેક ફિલ્મોની રિલીઝ અટકી ગયેલી છે. દિપીકા પાદુકોણની તેના પતિ રણવીરસિંહ સાથેની ફિલ્મ ૮૬ પણ તેમાં સામેલ છે. જો કે કલાકારો સતત નવી ફિલ્મો સાઇન કરી જ રહ્યા છે. દિપીકા પાદુકોણને શકુન બત્રાની એક ફિલ્મ મળી છે. જેમાં તે ખાસ ભુમિકા નિભાવનારી છે. આ ફિલ્મમાં દિપીકાને ફિટનેસ ટ્રેનરનો રોલ મળ્યો છે. એક સેલિબ્રીટી ફિટનેસ ટ્રેનરના જીવન પર આ ફિલ્મ આધારીત છે. ગયા વર્ષે શકુન બત્રાએ દિપીકા પાદુકોણ, અનન્યા પાંડે, સિધ્ધાર્થ ચતુર્વેદી અને ધૈર્ય કારવા સાથેની એક ફિલ્મનું એલાન કર્યુ હતું. જેનું નામ હજુ નક્કી થયું નથી. આ ફિલ્મમાં જ દિપીકા ફિટનેસ ટ્રેનરનું પાત્ર ભજવશે તેવી ચર્ચા છે. આ એક રિલેશનશીપ ડ્રામા જોનરની ફિલ્મ છે. ફિલ્મમાં દિપીકા અને અનન્યા બે બહેનોના રોલમાં જોવા મળવાની છે. દિપીકા, સિધ્ધાર્થ અને ધૈર્ય વચ્ચે પ્રણય ત્રિકોણ હશે. એકસ્ટ્રા મેરિટલ અફેર પર આધારીત હોવાનું કહેવાય છે. રોમાન્સ, ઇમોશન એમ બધુ આ ફિલ્મમાં જોવા મળશે. દિપકાએ કહ્યું હતું કે શકુન  બધા કલાકારો પાસે સારામાં સારુ કામ કઢાવવા માટે જાણીતા છે.

(9:47 am IST)
  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આતંકથી થોડી રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 397 અને ગ્રામ્યના 127 કેસ સાથે કુલ 524 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:37 pm IST

  • આજે સવારે શરૂઆતમાં જ શેર બજારમાં મોટો કડાકો : આજે પ્રારંભમાં જ સવારે શેરબજાર ૬૦૭ પોઇન્ટ તૂટીને ૪૮૧૭૫.૦૪ રહ્યું હતું. નિફ્ટી પણ ૧૫૨.૪૫ પોઇન્ટ તૂટીને ૧૪,૪૭૮.૬૫ ઉપર રહ્યું છે. access_time 12:52 pm IST

  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST