Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ધર્મા પ્રોડક્શનની ફિલ્મમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી

મુંબઇ: કરણ જોહરે કિયારા અડવાણીને પોતાના નિર્માણની ફિલ્મમાં વધુ એક તક આપી છે. કિયારા ધર્મા પ્રોડકશન બેનર હેઠળ બનનારી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રૂપેરી પડદે જોડી જમાવશે. ફિલ્મમેકર્સે હાલ જ આ જોડીને લઇને આગામી ફિલ્મની ઘોષણા કરી છે. આ ફિલ્મ કારગિલ યુદ્ધની પૃષ્ઠભૂમિ ધરાવતી હશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ કારગિલ યુદ્ધના હીરો વિક્રમ બત્રાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ પણ એક બાયોપિક જ છે. આ ફિલ્મને વિષ્ણુ વરધાન ડિરેકટ કરવાના છે. આ ફિલ્મનું શૂટિંગ જ જલદી જ શરૂ કરવામાં આવે તેવી વકી છે. હિંદુસ્તાની ફોજના આ વીર જવાનના નામ માત્રથી જ દુશ્મન સેના ભયથી કાંપતી હતી. તેને દુશ્મનો 'શેરશાહનામે  બોલાવતા હતા. કિયારા છેલ્લે કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં જોવા મળી હતી. તેણે હાલ જ અક્ષય કુમાર સાથેની 'ગુડ ન્યુઝ' પુરી કરી છે. તેમજ તે સાઉથની ફિલ્મ 'કંચના'ી હિંદી રીમેક 'લક્ષ્મી બોમ્બ'માં પણ જોવા મળશે. 

(5:30 pm IST)