Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

એકશન-થ્રિલર ફિલ્મ 'સ્કોવડ'થી બોલીવુડમાં ડેબ્યુ કરશે ડેનીનો પુત્ર રિંગઝીન્ગ

મુંબઇ:  ડેની ડેન્ઝપાનો પુત્ર રિંગઝિંગ બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. તે એકશન-થ્રિલર ફિલ્મ 'સ્કોવડ'માં જોવા મળશે. આ ફિલ્મમાં અનિતા રાજની ભત્રીજી માલવિકા રિંગઝિંગ સાથે રોમેન્ટિક જોડી જમાવશે.'' જોન અબ્રાહમ આ ફિલ્મમાં વિશેષ રોલ ભજવે તેવી  નિર્માતાની ઇચ્છા છે. હું તેના માટે ખાસ એક પાત્ર લખાવીરહ્યો છું. લોકોએ તેને આ પાત્રમાં હજી સુધી જોયો નથી, તેમ નિર્માતા નિલેશ  સહાયે જણાવ્યું હતું. જોને પણ કહ્યું હતુ ંકે, નિલેશ મને તેની ફિલ્મમાં કેમિયો ઓફર કરશે તો હું તેને ના પાડી શકીશ નહીં. નિલેશ બહુ થોડા લોકોમાંનો એક છે  જે, એકશનને વ્યવસ્થિત રીતે સમજે છે. હું નિલેશ સાથે અન્ય એક સ્ક્રિપ્ટ પર પણ વાતચીત કરી રહ્યો છું. રિનઝિંગની આ ડેબ્યુ ફિલ્મ ૨૦૨૦માં રીલિઝ થાય તેવી શક્યતા છે. જેનું શૂટિંગ રશિયા અને મુંબઇમાં કરવામાં આવશે.

(5:29 pm IST)