Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

હોલિવૂડના આ એકટરે એવેન્જર્સ માટે લીધા ૫૨૧ કરોડ રૂપિયા

એવેન્જર્સ એન્ડગેમ મચાવી રહી છે ધૂમ

મુંબઇ તા. ૩ : એવેન્જર્સ એન્ડગેમનો જાદુ દુનિયાભરમાં ચાલી રહ્યો છે. આ ફિલ્મે ભારતમાં સૌથી ઝડપી ૧૦૦ કરોડની કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ ભારતમાં ૫૦૦ કરોડનો બિઝનેસ કરી શકે છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં દુનિયાભરમાં ૮૦૦૦ કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે અને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોના લિસ્ટમાં આવી ગઈ છે.

એવેન્જર્સની ટીમનો મહત્વનો ભાગ રહેલા આયર્નમેન એટલે કે રોબર્ટ ડાઉની જૂનિયર ૧૧ વર્ષથી આ સીરીઝ સાથે જોડાયેલો છે. વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ આયર્નમેન આવતા જ હોલિવૂડનું લેવલ અપ થઈ ગયું.

એક રિપોર્ટ મુજબ રોબર્ટ રોબર્ટે માર્વેલ કોમિક યૂનિવર્સના ચીફ સાથે એક અલગ જ પ્રકારની ડીલ સાઈન કરી હતી જેના કારણે એવેન્જર્સ ફિલ્મોની શાનદાર સફળતા પર રોબર્ટ પણ સારી કમાણી કરી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રોબર્ટ ડાઉની જુનિયરે ગત વર્ષે આવેલી બ્લોકબ્લાસ્ટર ફિલ્મ એવેન્જર્સ ઈન્ફિનિટી વોર માટે ૭૫ મિલિયન ડોલર્સ એટલે કે લગભગ ૫૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે દુનિયાભરમાંથી ૨ બિલિયન ડોલર્સની કમાણી કરી હતી.

આ સાથે ૨૦૧૭માં આવેલી ફિલ્મ સ્પાઈડર મેનઃ હોમકમિંગમાં સ્પેશિયલ અપીયરેન્સ માટે રોબર્ટે ૫ મિલિયન એટલે કે ૩૪ કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો. આ ફિલ્મ માટે રોબર્ટે ૩ દિવસ શૂર્ટિગ કર્યું હતું.

(10:01 am IST)