Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

આજથી સની દેઓલ અને કરણ કાપડીયાની ફિલ્મ 'બ્લેન્ક' રિલીઝ

સિમ્પલ કાપડીયાના પુત્ર કરણની બોલીવૂડમાં એન્ટ્રી

આજથી નિર્માતા ડો. શશિકાંત ભસી, નિશાંત પિટ્ટી, ટોની ડિસૂઝા, વિશાલ રાણા અને નિર્દેશક બેહજાદ ખમ્બાટાની ફિલ્મ 'બ્લેન્ક' રિલીઝ થઇ છે.

ફિલ્મમાં સની દેઓલ, કરણ કાપડીયા, ઇશિતા દત્તા, જમીલ ખાન, કરણવીર શર્મા સહિતની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મની કહાની જોઇએ તો ઇન્ટેલિજન્સ બ્યુરોના ઓફિસર એસ.એસ. દિવાન (સની દેઓલ)નો એક જ ધર્મ છે, એ છે ડ્યુટી. તેને ખબર મળે છે કે શહેરમાં ખતરનાક આતંકી હનીફ (કરણ કાપડીયા) ઘુસી આવ્યો છે. તેને શોધવા ટીમ કામે લાગે છે ત્યાં હનીફને અકસ્માત નડે છે અને તેની યાદશકિત જતી રહે છે. હનીફ એક જીવતો જાગતો બોમ્બ છે. તેના શરીર પર એક બોમ્બ ફીટ કરાયેલો છે. તેના વિશે તેને ખબર પણ હોતી નથી. જો હનીફના શ્વાસ રોકાય તો તુરત જ બોમ્બ ફાટી જાય તેવી ગોઠવણ કરેલી હોય છે.

બધાની સામે એક અજીબની સમસ્યા આવીને ઉભી રહી જાય છે. પછી ઓર્ડર મળે છે કે કોઇ સુમસાન જગ્યાએ હનીફને લઇ જઇ તેને ગોળી મારી દેવી. પરંતુ દિવાન આ માટે તૈયાર નથી. તે હનીફની પાછળ કોણ છે? તેના શરીરમાં બોમ્બ કોણે ફીટ કર્યો? તે સહિતના જવાબો શોધવા ઇચ્છે છે. અંતે શું થાય છે? તે ફિલ્મમાં જોવા મળશે.

ડિમ્પલ કાપડીયાની બહેન સિમ્પલ કાપડીયાનો પુત્ર કરણ આ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે.

(10:01 am IST)