Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વધુ એક હોરર કોમેડી બનશેઃ સની લિયોનીને મુખ્ય રોલ

ગોલમાલ અગેઇન અને સ્ત્રી જેવી હોરર કોમેડી ફિલ્મો બોકસ ઓફિસ પર ખુબ સફળ રહી છે. આ પ્રકારની વધુ ફિલ્મો બનાવવા નિર્માતા તૈયાર થયા છે. હવે વધુ એક હોરર કોમેડી ફિલ્મ બની રહી છે જેનું નામ 'કોકા કોલા' રખાયું છે. આ ફિલ્મ માટે સની લિયોનીને મુખ્ય ભૂમિકા આપવામાં આવી છે. હરિદ્વારના ગ્રામ્ય વિસ્તારોમાં આ ફિલ્મનું શુટીંગ કરવાનું આયોજન થઇ રહ્યું છે. નિર્માતા મહિન્દ્ર ધારીવાલે કહ્યું હતું કે અમે સની લિયોનીની આ હોરર-કોમેડી માટે સાઇન કરી લીધી છે. અત્યારે આવી ફિલ્મોનો સમય ચાલી રહ્યો છે, અને દર્શકોને પણ આવી ફિલ્મો પસંદ પડી રહી છે. અમે ટાઇટલ પણ રજીસ્ટર કરાવી લીધું છે જેથી કરીને ભવિષ્યમાં કોપીરાઇટની સમસ્યા ઉભી ન થાય. સની સિવાયના બીજા કલાકારોની પસંદગી થઇ રહી છે. લાંબા સમયથી ફિલ્મી પરદેથી ગાયબ સની ફરી મુખ્ય રોલમાં જોવા મળશે.

(9:59 am IST)