Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

અનુષ્કાએ બિગ બી ની જન્મદિનની શુભેચ્છાનો ના આપ્યો જવાબ ;અમિતાભે ટ્વીટ પર કરી ફરિયાદ :નંબર જ બદલી નાખ્યો ?

 

બૉલીવુડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ હમણાં તેનો 30મો જન્મ દિવસ મનાવ્યો હતો. પ્રસંગ પર બોલિવુડ જગતની ઘણી હસ્તીઓએ તેને અભિનંદન પાઠવ્યા. દરમિયાન અમિતાભે પણ અનુષ્કાને મેસેજ કરીને બર્થ ડે વિશ કરી હતી, પણ અનુષ્કાએ અમિતાભના મેસેજનો કોઈ જવાબ આપ્યો નહોતો. તેનાથી ગુસ્સે થઈને બીગબીએ ટ્વિટર પર ટ્વિટ કરી દીધું કે 'અનુષ્કા, હું અમિતાભ બચ્ચન, મેં તને SMS કરીને 1 મે વિશ કર્યું હતું, પણ તારી તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. ચેક કર્યું તો ખબર પડી કે તે નંબર બદલી નાખ્યો છે. બીજી વખત જન્મદિનની શુભેચ્છા. તું ગઈ કાલે રાત્રે IPLમા ખૂબ સરસ દેખાતી હતી

(11:24 pm IST)