Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

હવે સ્‍પીડો ઈન્‍ડિયાની ફિટનેસ એમ્‍બેસેડર પરિણીતી બની છે

હું સ્‍પીડો સ્‍વિમ સુટ્‍સ પહેરીને જ મોટી થઇ : સ્‍પીડો ઈન્‍ડિયા માટે નવા ચહેરા તરીકે પરિણીતી ચોપડા ઓલિમ્‍પિયન્‍સ, એથ્‍લેટ્‍સ અને ટ્રેનર્સના કાફલામાં રહેશે

અમદાવાદ,તા. ૩ : દુનિયાની અવ્‍વલ સ્‍વિમવેર બ્રાન્‍ડ સ્‍પીડો દ્વારા તેની નવી ફિટનેસ એમ્‍બેસેડર તરીકે બોલીવૂડની અભિનેત્રી અને ફિટનેસની શોખીન પરિણીતી ચોપરાને જાહેર કરવામાં આવી છે. સ્‍પીડો ઈન્‍ડિયા માટે નવા ચહેરા તરીકે હવે બોલીવુડ સ્‍ટાર પરિણીતી ચોપરા દુનિયાભરના પ્રતિષ્ઠિત ઓલિમ્‍પિયન્‍સ, એથ્‍લેટ્‍સ અને ટ્રેનર્સના કાફલામાં જોડાશે. સ્‍પીડો બ્રાન્‍ડ તરીકે પરફોર્મન્‍સ સ્‍વિમવેર સાથે પ્રતીકાત્‍મક છે અને તેની વૈશ્વિક કેમ્‍પેઈન ગેટસ્‍પીડોફિટ થકી તેણી ફિટનેસ માટે સ્‍વિમિંગનો દરજ્જો વધારવા, ફિટ થવા માટે અને સંપૂર્ણ બોડી વર્કઆઉટ હાંસલ કરવા માટે વોટર વર્કઆઉટ્‍સ પર ભાર આપવા માટે કામ કરી રહી છે. સ્‍પીડો ઇન્‍ડિયા બ્રાન્‍ડ સાથે આ સહયોગ વિશે બોલતાં પરિણીતી ચોપરાએ જણાવ્‍યું હતું કે, સ્‍પીડો ઈન્‍ડિયા માટે ફિટનેસ એમ્‍બેસેડર તરીકે મને લેવામાં આવી તેની મને બેહદ ખુશી છે. હું સ્‍પીડો સ્‍વિમ સૂટ્‍સ પહેરીને જ મોટી થઈ છું અને મારે માટે સ્‍વિમિંગ સ્‍પીડો સાથે પ્રતીકાત્‍મક છે. દુનિયાભરમાં ફેવરીટ સ્‍પીડો હવે ફિટનેસ અને એકંદર આરોગ્‍યની કાળજી રાખે છે, તે મને ગમે છે. સ્‍વિમિંગ હંમેશાં ઉત્તમ વર્કઆઉટ રહ્યું છે, જેને મેં મોટે ભાગે અપનાવ્‍યું છે, જે જિમમાં વર્કઆઉટ કરવાનો કંટાળો આપતું નથી. હવે વોટર વર્કઆઉટ્‍સના વધતા પ્રવાહ સાથે લેન સ્‍વિમિંગ કરતાં શેપમાં આવવા માટે પુલમાં ધણું બધું કરી શકાય છે અને સ્‍પીડોને વધુ ને વધુ ગ્રાહકોના તેમના ફિટનેસના નિત્‍યક્રમને બદલવા અને પુલને તેમની નવી જિમ બનાવવા માટે પ્રોત્‍સાહન આપીને ફિટનેસ પ્રત્‍યે તેની કટિબદ્ધતા પર ભાર આપવામાં મદદરૂપ અને સહભાગી બનવાની  મને ખુશી છે. આ પ્રસંગે સ્‍પીડો ઈન્‍ડિયાના ચીફ સ્‍ટ્રેટેજી ઓફિસર  શમીર ગેનોમલે જણાવ્‍યું હતું કે , અમારી નવી ફિટનેસ એમ્‍બેસેડર તરીકે પરિણીતી ચોપરાનું સ્‍વાગત કરવામાં અમારી ખુશીનો કોઈ પાર નથી. અમે વધુ ને વધુ લોકોને તેમનું ફિટનેસ સુડોળ અને આરોગ્‍યપ્રદ બનાવવા તેમ જ સ્‍વિમિંગ અથવા વોટર વર્કઆઉટ્‍સ અપનાવવા માટે પ્રોત્‍સાહન આપવા કટિબદ્ધ રહીશું. પરિણીતી જેવી ફિટનેસની આગ્રહી અમારી સાથે જોડાઈ હોવાથી અમને ધણા બધા વધુ ગ્રાહકો સુધી પહોંચવાની આશા છે. ઉપરાંત સ્‍વિમિંગમાં ઈનોવેટર્સ તરીકે સ્‍પીડો રિક્રિયેશનલ સ્‍વિમરથી ઓલિમ્‍પિક ચેમ્‍પિયન સુધી ગરેકની પસંદગીની સ્‍વિમવેર બનવાનો મોટો ધ્‍યેય ધરાવે છે. અભિનેત્રી સ્‍પીડો એચ૨૦ એક્‍ટિવ નામે પુલની અંદર અને બહાર વર્કઆઉટ્‍સ માટેની સ્‍પીડોની નવી ફિટનેસ રેન્‍જ ધારણ કરતી જોવા મળશે. આધુનિક ફિટનેસના શોખીનોને ધ્‍યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું એચ૨૦ એક્‍ટિવ વર્કઆઉટ્‍સમાંથી વધુ જોઈએ તે બધા જ લોકો માટે તૈયાર કરવામાં આવ્‍યું છે. વોટર વર્કઆઉટ્‍સ હવે ફક્‍ત લેન સ્‍વિમિંગ પૂરતું સીમિત રહ્યું નહીં હોવાથી ટ્રેનિંગ એઈડ્‍સ અને એચઆઈઆઈટી કસરતોની મદદથી ફિટનેસના શોખીનો હવે આ નવી શ્રેણી સાથે અગાઉ કયારેય નહીં તેમ પાણીમાં વધુ હાંસલ કરી શકે છે. ફેશનેબલ અને ફંકશનલ એચ૨૦ એક્‍ટિવ કલેકશન પાણીથી પ્રેરિત ઊર્જાત્‍મક પ્રિંટ્‍સ સાથે આત્‍મવિશ્વાસભરી પેટર્ન અને બોલ્‍ડ રંગોમાં આવે છે. નવા કલેકશનમાં ક્રોપ ટોપ્‍સ, કેપ્રિસ, શોર્ટસ અને બ્રિફ્‌સનો સમાવેશ થાય છે, જે અંગત સ્‍ટાઈલ અને ઉપયોગ પ્રદર્શિત કરવા માટે મિક્‍સ- એન્‍ડ- મેચ્‍ડની સુવિધા આપેラછે. સ્‍પીડો આરંભથી જ સ્‍વિમવેરમાં ઉદ્યોગ આગેવાન છે અને તેની સ્‍વિમવેર શ્રણીમાં અગણિત ફેબ્રિક અને ડિઝાઈનમાં પથદર્શક ટેકનોલોજી ધરાવે છે, તેના કારણે જ તે દુનિયામાં અવ્‍વલ નંબરે છે.

(9:24 pm IST)