Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

સોનમ-આનંદનાં લગ્નની કંકોતરી થઇ વાઇરલ

 સોશ્‍યલ મીડીયામાં સોનમ અને આનંદ આહુજાના લગ્નની કંકોતરી વાલરલ થઇ હતી. સંગીતનું ફંકશન ૭મી મેએ સાંજે ચાર વાગ્‍યે બાંદરા-કુર્લા-કોમ્‍પ્‍લેકસમાં આવેલા સોનમ કપુરનાં સનટેક સિગ્નેચર આઇલેન્‍ડ બિલ્‍ડીંગમાં આયોજીત  કરવામાં આવ્‍યું છે. બીજી તરફ  લગ્ન સમારોહ ૮મીએ સવારે ૧૧ વાગ્‍યે બાંદરા બેન્‍ડ-સ્‍ટેન્‍ડ પર આવેલા સોનમ કપુરના માસી કવિતા કપુરના હેરીટેજ ‘ રોકડેલ' બંગલામાં આયોજીત કરવામાં આવ્‍યું છે.  લગ્નનું રીસેપ્‍શન રાતે ૮ વાગ્‍યે સહારમાં આવેલી  ધ લીલામાં રાખવામાં આવ્‍યું છે.

સોનમનાં મેરેજમાં કરણ જોહર ‘ પ્રેમ રતન ધન પાયો' ના ગીત પર ડાન્‍સ કરવાનો છે. જયારે શ્રી દેવીની દીકરી જાહન્‍વી કપુર ‘ ચાંદની'ના ગીત ‘ મેરે હાથોૈમેં નોૈ-નોૈ ચુડીયા' ગીત પર ડાન્‍સ કરશે. સોનમનો ભાઇ અર્જુન કપુર પણ ધમાલ ડાન્‍સ કરવાનો છે.

 ફારાખાનને થયું ફ્રેકચરઃ ત્રણ વિક રહેવુ પડશે વ્‍હીલચેર પર

 સોનમ કપુરના  લગ્ન પ્રસંગે યોજાનારી સંગીત સંધ્‍યામાં કોરીયોગ્રાફિ કરનારી ડાન્‍સ-ડિરેકટર ફારાન ખાનને પગમાં ફ્રેકચર થયું છે. અને તેણે ત્રણ વીક વ્‍હીલચેરમાં રહેવું પડશે.

(4:52 pm IST)