Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

રજનીકાંતની ફિલ્મ કાલાનુ પ્રથમ ગીત લોન્ચ

મુંબઈ: રજનીકાંતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ કાલાનુ પ્રથમ ગીત લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. આ ગીતને સંતોષ નારાયણે કમ્પોઝ કર્યુ છે. સાથે જ રજનીની આ એક્શન ફિલ્મ ૭ જુને રીલીઝ થશે તેવી પણ જાહેરાત કરાઈ છે. આ પહેલા ૯ મેના રોજ ચેન્નાઈમાં ફિલ્મનુ ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. મહત્વનુ છે કે કાલા ફિલ્મના સેટેલાઈટ રાઈટ લગભગ ૭૫ કરોડમાં વેચાયા છે. જે અત્યાર સુધી રજનીકાંતની ફિલ્મને મળેલ બીજી સૌથી મોટી રકમ છે. આ પહેલા રજનીકાંતની ફિલ્મ ૨.૦ના સેટેલાઈટ રાઈટ્સ ૧૧૦ કરોડ રુપિયામાં વેચાયા છે. જોકે, દુર્ભાગ્યથી આ ફિલ્મની રીલીઝ હજી અટકેલી છે. રીલીઝમાં થઈ રહેલ વિલંબ માટે કેટલાક ટેકનીકલ કારણો જવાબદાર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. શંકરના ડાયરેક્શન હેઠળ બનેલ આ ફિલ્મ ચાલુ વર્ષના અંત સુધીમાં રીલીઝ કરાય તેવી શક્યતા છે. 

(4:41 pm IST)