Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

અબુ ધાબીનું 50 દિવસનું શૂટિંગ પૂર્ણ

મુંબઈ: ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ હાલમાં દુબઈ અને અબુ ધાબીમાં તેની આગામી ફિલ્મ ‘સાહો’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને બાઇક પર સવાર હોય એવો ફોટો લીક પણ થયો છે. શ્રદ્ધા કપૂર આવતા અઠવાડિયે આ ફિલ્મના શૂટિંગમાં ભાગ લેવા પહોંચી જશે.
આ ઍક્શન-ફિલ્મ છે અને એેમાં જૅકી શ્રોફ વિલનના રોલમાં જોવા મળશે. તેના ઍક્શન-સીન માટે હૉલીવુડના ઍક્શન-કોરિયોગ્રાફર કેની બેટ્સની સર્વિસ લેવામાં આવી છે. 
ફિલ્મનું શૂટિંગ મુંબઈ, હૈદરાબાદ અને રોમાનિયામાં પણ થયું છે. ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ હિન્દી ફિલ્મને તેલુગુ, તામિલ અને મલયાલમ ભાષામાં ડબ કરવામાં આવશે. આ ફિલ્મના અન્ય કલાકારોમાં લીડ ઍક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ઉપરાંત નીલ નીતિન મુકેશ, મંદિરા બેદી અને ઇવલીન શર્માનો સમાવેશ છે.

 

(4:40 pm IST)