Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

તારા અને અનન્યા બની ગઇ ખુબ સારી સહેલી

બોલીવૂડ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં બે નવા ચહેરા લોન્ચ થશે. ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે અને તારા સુતારીયા આ ફિલ્મને કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મના પહેલા શેડ્યુલનું શુટીંગ દેહરાદૂનમાં પુરૂ થઇ ગયું છે. હવે આગળનું શુટીંગ મસૂરીના ભટ્ટા ગામમાં થઇ રહ્યું છે. અનન્યા અને તારા ખુબ સારી સહેલી બની ગઇ છે. પુનિત મલ્હોત્રાએ તાજેતરમાં એક તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે સ્ટુડન્ટ ઠંડી સાથે ફાઇટ કરી રહ્યા છે. આ તસ્વીરમાં તારા અને અનન્યા ખુબ જ સરસ દેખાઇ રહી છે. એક તબક્કે તારા અને અનન્યા વચ્ચે સેટ પર તાલમેલ નહિ હોવાની વાતો વહેતી થઇ હતી. ત્યારે જે તસ્વીર વહેતી થઇ છે તે આવી વાતોને માત્ર અફવા જ સાબિત કરે છે.

(9:45 am IST)