Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

અત્યંત ઉત્સાહિત છે માધુરી દિક્ષીત

બોલીવૂડની ધકધક ગર્લ માધુરી દિક્ષીત હાલમાં બે ફિલ્મોનું કામ કરી રહી છે. તો સાથોસાથ મરાઠી ફિલ્મનું નિર્માણ પણ કરી રહી છે. માધુરી ઇન્દ્ર કુમારની ટોટલ ધમાલમાં અજય દેવગણ, અનિલ કપૂર સાથે કામ કરી રહી છે. બીજી તરફ કરણ જોહરની ફિલ્મ કલંકમાં તેને સંજય દત્ત સાથે કામ મળ્યું છે. કરણની સોથી મોટા બજેટની આ ફિલ્મમાં રોલ મળતાં તે ખુશ છે. તેણે કહ્યું હતું કે કલંકનું શુટીંગ શરૂ થતાં હું અત્યંત ખુશ છું. કરણ સાથે અગાઉ મેં મરાઠી ફિલ્મ બ્લેક લિસ્ટ કરી હતી. આ બીજી ફિલ્મ તેની સાથે છે. આ સફર ખુબ મજેદાર છે. કલંકમાં સંજય દત્ત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર પણ છે. માધુરી જે ફિલ્મ બનાવી રહી છે તેનું નામ-૧૫ ઓગષ્ટ છે.

(9:44 am IST)