Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ઇતિહાસ રચાયો

RRRની રિલીઝ પહેલા જ ૯૦૦ કરોડની કમાણી : બાહુબલી -૨નો રેકોર્ડ તોડ્યો

મુંબઇ,તા.૩: એસએસ રાજામૌલીની ફિલ્મ 'ત્રિપલ આર'એની રિલીઝ પહેલાં જ હિસ્ટ્રી રચી છે. આ પીરિયડ ડ્રમામાં જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે જયારે અજય દેવગન મહત્વના સ્મોલ રોલમાં છે. આ ફિલ્મે રિલીઝ પહેલાં ૯૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને ઇન્ડિયન માર્કેટમાં નવા રેકોડર્ઝ રચ્યો છે. એણે 'બાહુબલી-૨' પણ રેકોર્ડ તોડ્યો હતો.

૨૦૧૭ની એસએસ રાજામૌલીની'બાહુબલી-૨'એ રિલીઝ પહેલાં ૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જે પછી કોઈ ફિલ્મ એની નજીક પણ પહોંચી નહોતી.

હવે 'ત્રિપલઆર' વર્લ્ડવાઇડ થીએટ્રિકલ રાઇટ્સ જ ૫૭૦ કરોડ રૂપિયામાં વેચાયા છે. જેમાં આંધ્ર પ્રદેશ માટેના રાઇટ્સ જ ૨૪૦ કરોડ ્ૂપયામાં વેચાયા હતા. નોર્થ ઇન્ડિયામાં થીએટ્રિકલ રાઇટ્સ ૧૪૦ કરોડ ઝૂપયામાં વેચાયા છે. તામિલનાડુ, કર્ણાટક અને કેરળના રાઇટ્સ અનુક્રમે ૪૮ કરોડ, ૪૫ કરોડ અને ૧૫ કરોડ રૂપિયામાં વેચાયા છે. તમામ લેંગ્વેજીઝના ઓવરસીઝ રાઇટ્સ ૭૦ કરોડ રૂપિયામાં વેચાયા છે.

'ત્રિપલઆર'ડિજિટલ રાઇટ્સ અંદાજે ૧૭૦ કરોડ રૂપિયામાં વેચાયા છે જયારે સેટેલાઇટ્સ રાઇટ્સ વેચીને મેકર્સે ૧૩૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા. મ્યુઝિક માટેના રાઇટ્સ ૨૦ કરોડ રૂપિયામાં વેચાયા છે. આમ એસએસ રાજામૌલીની આ ફિલ્મનો રિલીઝ પહેલાંનો બિઝનેસ અંદાજે ૯૦૦ કરોડ રૂપિયા છે.

(10:12 am IST)