Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કમબેક માટે આવા રોલની જ જરૂર હતીઃ મોનીકા

અભિનેત્રી મોનીકા ડોગરા ઓટીટી પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજી અને ઝીફાઇવના બહુચર્ચીત શો મેરિડ વુમનમાં પીપલીકા નામનું પાત્ર ભજવી રહી છે. શોને દર્શકો, ક્રિટીકસ સહિતે શાનદાર કથા, દમદાર અભિનય અને સંગીતને કારણે પસંદ કરી છે. મોનીકા કારણે અત્યંત ખુશ છે કે પીપલીકા જેવા શકિતશાળી પાત્ર સાથે અભિનયની દુનિયામાં કમબેક કરવા મળ્યું. મોનીકા કહે છે પીપલીકા મારા માટે ઇનોવેશન છે. શુટીંગ વખતે એવી ક્ષણો અનેકવાર સામે આવી હતી જ્યારે મને લાગ્યું કે કલા જીવનનું કઇ રીતે અનુકરણ કરે છે. લાંબા સમય પછી ફરીથી હું અભિનયની દુનિયામાં આવી છું. મને લાગે છે કયારેક આવુ થવા પાછળ ઉપરવાળાની યોજના હોય છે. કમબેક માટે આવુ પાત્ર જોઇતું હતું અને મળી પણ ગયું. શોની કહાની અત્યંત દિલચશ્પ, જટીલ અને બારીક છે. એક અરબન રિલેશનશિપ ડ્રામા છે. રિધ્ધી ડોગરા અને મોનીકા સાથે ઇમાદ શાહ, દિવ્યા સેઠ શાહ, નાદીરા બબ્બર, સુહાસ આહુજા સહિતનો અભિનય છે.

 

(10:00 am IST)