Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

દલજીત તાપ્સી પન્નુ સાથે હવે રોમાન્સ કરતો દેખાશે : રિપોર્ટ

હોકી ખેલાડી સંદીપ સિંહની લાઇફ પર ફિલ્મ : ખુબસુરત તાપ્સી પન્નુને વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી

મુંબઇ,તા.૩ : પિન્કમાં શાનદાર અભિનયના કારણે ચર્ચામાં આવેલી ખુબસુરત તાપ્સી પન્નુ હવે નવી ફિલ્મમાં દલજીત દોસાંઝની સાથે રોમાન્સ કરતી નજરે પડનાર છે. કારણ કે લોકપ્રિય હોકી ખેલાડી દલજીતની લાઇફ પર હવે ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દલજીત આગામી ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. કારણ કે આ એક પડકારરૂપ ફિલ્મ છે. હાલમા ંજ આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશકોએ માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ તાપ્સી પન્નુ કરી રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે તાપ્સી પન્નુ અને દલજીત એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહની લાઇફ પર બની રહેલી આ ફિલ્મને લઇને તાપ્સી ભારે ખુશ છે. અમિતાભ બચ્ચન અભિનિત પિન્ક ફિલ્મમાં કામ કર્યા બાદ તાપ્સીની બોલબાલા વધી છે. તે નામ શાબાના નામની ફિલ્મમાં પણ યાદગાર ભૂમિકા અદા કરી ગઇ હતી.તેની જુડવા-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડથી વધુની કમાણી કરી ગઇ હતી. ફિલ્મમાં તે વરૂણ ધવનની સાથે નજરે પડી  હતી.  સંદીપ સિંહની લાઇફ પર બની રહેલી ફિલ્મનુ નિર્દેશન શાદ અલી કરનાર છે. આ ફિલ્મમાં બે હોકી ખેલાડીઓની પ્રેમ કથા દર્શાવવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. તાપ્સીની જુડવા-૨ ફિલ્મમાં ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી. દલજીત પંજાબી ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કર્યા બાદ હવે તે હિન્દી ફિલ્મોમા ંપણ મોટી સફળતા મેળવી લેવા માટે આશાવાદી છે. બીજી બાજુ તાપ્સી બોલિવુડમાં હવે વધુને વધુ જોરદાર રીતે સક્રિય થઇ રહી છે.ય તેની પાસે તમામ મોટા કલાકારો સાથે ફિલ્મ પણ આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.

(12:56 pm IST)