Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

અનુષ્‍કા શર્માની ફિલ્મ પરીમાં બ્લેક મેજીકના વખાણ, જે ઇસ્લામિક મૂલ્યો વિરૂદ્ધઃ પાકિસ્‍તાનમાં ફિલ્‍મ ઉપર પ્રતિબંધ

મુંબઇઃ અનુષ્કા શર્માની ફિલ્મ પરી પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકાયો છે. પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર સેન્સર બોર્ડનું કહેવુ છે કે ફિલ્મમાં બ્લેક મેજિકના વખાણ કરવામાં આવ્યા જે ઈસ્લામિક મૂલ્યો વિરૂદ્ધ છે

સેન્સર બોર્ડનું પણ કહેવુ છે કે ફિલ્મની સ્ક્રીપ્ટ અને ડાયલોગ ઈસ્લામિક માન્યતાઓ વિરૂદ્ધ છે. સિવાય પાકિસ્તાની ચેનલ જિયો ટીવીએ ત્યાંના સેન્સર બોર્ડ સાથે જોડાયેલ એક સૂત્રના હવાલાથી કહ્યું છે કે ફિલ્મમાં ના માત્ર કુરાનની આયાતોને હિંદુ મંત્રોની સાથે જોડાયા, પરંતુ કુરાનની આયાતોને કાળા જાદુ માટે પ્રયોગ કરતા મુસ્લિમોને નકારાત્મક રીતે રજૂ કરાયા છે. અગાઉ પાકિસ્તાને ફિલ્મ પદ્માવત પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો

ફિલ્મ પરીને બેન કરવાના પાકિસ્તાનના સેન્સર બોર્ડના ચુકાદાથી ડિસ્ટ્રીબ્યુટર્સ પણ સહેમત છે. ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન એસોસિએશનના ચેરમેન ચૌધરી એજાજ કામરાનું કહેવુ છે કે કોઈ પણ ફિલ્મ જે અમારા કલ્ચર અને ઈસ્લામિક ઈતિહાસ વિરૂદ્ધ હોય, તેને બેન કરી દેવી જોઈએ

પાક. મીડિયાએ સેન્સર બોર્ડના સૂત્રોના હવાલાથી પણ લખ્યુ કે ફિલ્મમાં કુરાનની આયાતોને હિંદુ મંત્રોની સાથે જોડવામાં આવ્યા છે. જેમાં કુરાનની આયાતોના કાળા જાદુ માટે ઉપયોગ કરતા મુસ્લિમોને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવે છે.

(5:57 pm IST)