Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

શાહરૂખ ખાનની ‘પઠાણ'ની 9 દિવસમાં 700 કરોડની કમાણી

આ કમાણી જોઈને અનુમાન લગાવી શકાય છે કે ફિલ્‍મ ટૂંક સમયમાં 1000 કરોડની ક્‍લબમાં સામેલ થઈ શકે છે

નવી દિલ્‍હી, તા.3: બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની ફિલ્‍મ ઁપઠાણઁનો ક્રેઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે. ફિલ્‍મ રિલીઝ થયાને 9 દિવસ થઈ ગયા છે અને તે બોક્‍સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. ફિલ્‍મનું 9મા દિવસનું કલેક્‍શન સામે આવ્‍યું છે. રિપોર્ટ્‍સ અનુસાર, ઁપઠાણઁએ ગુરુવારે ડબલ ડિજિટમાં કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે.

બોક્‍સ ઓફિસ પર ઁપઠાણઁ દરરોજ નવો ઈતિહાસ રચી રહી છે. શરૂઆતના વલણો અનુસાર, 9મા દિવસે ઁપઠાણઁનું ઓલ ઈન્‍ડિયા નેટ કલેક્‍શન લગભગ 15.50 કરોડનું હતું. 9 દિવસના કલેક્‍શન સહિત ઁપઠાણઁએ અત્‍યાર સુધીમાં 364 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઁપઠાણઁએ શરૂઆતના દિવસે હિન્‍દીમાં 55 કરોડ રૂપિયાનું કલેક્‍શન કર્યું હતું. બીજી તરફ ફિલ્‍મે બીજા દિવસે 68 કરોડ અને ત્રીજા દિવસે 38 કરોડનો બિઝનેસ કર્યો છે. આ પછી ફિલ્‍મે વીકેન્‍ડ પર 110 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

બીજી તરફ, ફિલ્‍મે સોમવારે 25.50 કરોડ અને મંગળવારે 22 કરોડની કમાણી કરી હતી. જોકે, 7માં દિવસે ફિલ્‍મની કમાણી થોડી ધીમી રહી હતી. પરંતુ 9મા દિવસે ફિલ્‍મની ડબલ ડિજિટની કમાણી જણાવી રહી છે કે ઁપઠાણઁ આવનારા દિવસોમાં ઘણા મોટા રેકોર્ડ તોડતી જોવા મળશે.

ટ્રેડ એનાલિસ્‍ટ રમેશ બાલાએ 9મા દિવસનું વિશ્વવ્‍યાપી કલેક્‍શન શેર કર્યું છે. રમેશ બાલા અનુસાર, પઠાણે 9 દિવસમાં દુનિયાભરમાં 700 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ મુજબ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્‍ટારર ફિલ્‍મ ટૂંક સમયમાં 1000 કરોડની ક્‍લબમાં સામેલ થતી જોવા મળશે.

શાહરૂખ ખાને ઁપઠાણઁથી ચાર વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કર્યું છે. શાહરૂખ ખાનના કરિયરની આ પહેલી એક્‍શન ફિલ્‍મ છે. 57 વર્ષની ઉંમરમાં શાહરૂખ ખાને ફિલ્‍મમાં એવું જબરદસ્‍ત એક્‍શન કર્યું કે દર્શકો જોતા જ રહી ગયા. ઁપઠાણઁમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમે પણ મહત્‍વની ભૂમિકાઓ ભજવી છે. આ સિવાય ફિલ્‍મમાં સલમાન ખાનનો એક કેમિયો પણ છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

સલમાન ખાન અને શાહરૂખ ખાનને પડદા પર એકસાથે જોવું ચાહકો માટે કોઈ મોટા સરપ્રાઈઝથી ઓછું નહોતું. ઁપઠાણઁ સાથે બોલિવૂડ માટે પણ નવા રસ્‍તાઓ ખુલ્‍યા છે. આ સાથે એ પણ સાબિત થયું છે કે ફિલ્‍મ સારી હોય તો કમાણી આપોઆપ થાય છે.

 

(11:13 am IST)