Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

રાધેના અંતિમ દ્રશ્યમાં હશે જબરદસ્ત એકશન

સલમાન ખાન હાલમાં ફિલ્મ 'રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'ના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ગોવામાં શુટીંગ થયું હતું. રણદીપ હુડ્ડાએ પણ શુટીંગમાં ભાગ લીધો હતો. ફિલ્મના અંતિમ દ્રશ્યોમાં સલમાન ખાન કોઇ કચાસ રાખવા ઇચ્છતો નથી. અંતિમ સીન વીસેક મિનીટ લાંબો હશે અને આ માટે સાડા સાત કરોડનો ખર્ચ થયો છે. આ સિનમાં સલમાન સાથે રણદીપ પણ હશે. ફિલ્મના કેટલાક દ્રશ્યોનું શુટીંગ મુંબઇ સ્ટુડિયોમાં થયું છે. અમુક દ્રશ્યો માટે ટીમ દુબઇ પણ જશે. ફિલ્મ નિર્માતા અંતિમ દ્રશ્યોને જબરદસ્ત બનાવવા હેવી વીએફએકસનો ઉપયોગ કરશે. બાહુબલી પાર્ટ વન-ટુની જેમ આ દ્રશ્યો અદ્દભુત હશે. વીસ મિનીટના એકશન સિનમાં દમદાર દ્રશ્યો હશે. આ માટે સાડા સાત કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ દ્રશ્યો માટે જે લાઇટ્સનો ઉપયોગ થાય છે તે ખુબ મોંઘી હોય છે. મોટા નિર્માતા જ તેનો ઉપયોગ કરતાં હોય છે. રાધેમાં સલમાન સાથે દિશા પટાની મુખ્ય રોલમાં છે. પ્રભુદેવા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ઇદના તહેવાર પર ફિલ્મ રિલીઝ થશે.

 

(9:57 am IST)