Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

માહી ગીલ પોલીસ કમિશનરના રોલમાં

હિન્દી અને પંજાબી ફિલ્મોની અભિનેત્રી માહિ ગીલ હવે દબંગ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. અગાઉ રાની મુખર્જી મર્દાની ફિલ્મમાં આવો રોલ નિભાવી ચુકી છે. માહી 'જોરા ધ સેકન્ડ ચેપ્ટર'માં દબંગ અને ઇમાનદાર પોલીસ કમિશનરનો રોલ નિભાવી રહી છે. માહીની આ ફિલ્મ અગામી સમયમાં રિલીઝ થવાની છે. તેણે કહ્યું હતું કે લાંબા સમયથી મારે દમદાર રોલ નિભાવવો હતો. હવે મારી ઇચ્છા પુરી થઇ છે. માહીની આ પંજાબી ફિલ્મ છે. તે કહે છે મોટે ભાગે પંજાબી અભિનેત્રીને આવા શાનદાર રોલ મળતા હોતા નથી. પણ અમરદિપસિંહ ગિલના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં મને આવો રોલ મળ્યો છે. હાલમાં મહિલા કલાકારોને પણ ફિલ્મી પરદે મોટા કામ મળી રહ્યા છે. મહિલા જ ફિલ્મમાં હીરો હોય તેવી ફિલ્મો બની રહી છે. જોરા ધ સેકન્ડ ચેપ્ટરના નિર્દેશક મનદિપસિંહ સિધ્ધુ, હરપ્રિતસિંહ દેવગન, જૈરી બરાડ, વિમલ ચોપડા અને અમરિંદરસિંહ રાજૂ છે. આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ પડશે તેવી માહીને આશા છે. તેણે એમ પણ કહ્યું હતું કે અમરદિપના નિદેર્શનમાં કામ કરવાનો અનુભવ ખુબ સારો રહ્યો છે.  ફિલ્મ છઠ્ઠી માર્ચના રિલીઝ થશે. 

 

(9:57 am IST)