Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રીતિકની ફિલ્મ 'સુપર-30'માં વિલન બનશે પંકજ ત્રિપાઠી

મુંબઇ: અભિનેતા રિતિક રોશનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સુપર ૩૦નો વિલન નક્કી થઇ ગયો હોવાની માહિતી મળી હતી. બિહારના પટણા શહેરમાં રહેતા ગરીબ વિદ્યાર્થીઓને આઇટીઆઇમાં એડમિશન મેળવવામાં સુગમતા પડે એટલા માટે તેમને ગણિતના વિષયમાં મફત ટયુશન આપીને ક્રાન્તિ કરનારા ગણિતજ્ઞા આનંદ કુમારની આ બાયો-ફિલ્મ માટે ટીવી સ્ટાર પંકજ ત્રિપાઠીને વિલન તરીકે સાઇન કરાયો હોવાની જાણકારી મિડિયાને આપવામાં આવી હતી.

(4:54 pm IST)
  • વેરાવળના ડાભોર ગામે નવજાત બાળકી મળી : બાવળની જાળીમાં કોઈએ તરછોડી દીધેલી માસૂમ બાળકીને પોલીસે સારવાર હેઠળ ખસેડી access_time 5:54 pm IST

  • ગયા વર્ષે યોજાયેલી ગોવામાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાંચ સંબંધીત ટિપ્પણીના આક્ષેપો અંગેના કેસમાં તેમના વિરુદ્ધ નોંધાયેલ મામલામાં નોટિસ ફટકારાઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ આ બાબત પરની આગામી સુનાવણી થશે. કેજરીવાલે જાહેરમાં મતદારોને ગોવા ચૂંટણીઓ દરમિયાન વિપક્ષી દળો દ્વારા મતદાનના બદલામાં આપવામાં આવતી કથીત લાંચ લઈ લેવાની અપીલ કરી હતી. access_time 12:59 am IST

  • એર ઇન્ડિયાના નવા માલિક અંગે જૂનના અંત સુધીમાં સ્પષ્ટતા થઇ જશે. સરકારનું લક્ષ્ય છે કે ડિસેમ્બર સુધીમાં તેની સાથે જોડાયેલી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે. તેના બાદ હરાજીમાં સંપત્તીને ટ્રાન્સફર કરવામાં આવશે તેમ ઉડ્ડ્યન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતું. access_time 3:11 pm IST