Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મણિરત્નમની તમિળ ભાષાની ફિલ્મમાં અદિતિ જોવા મળશે

પદ્માવત ફિલ્મ બાદ વધુ એક ફિલ્મ હાથ લાગી : અદિતિ પહેલા પણ મણિરત્નમની ફિલ્મમાં દેખાઇ હતી

મુંબઇ,તા. ૩ : ફિલ્મ પદ્માવતમાં કામ કર્યા બાદ હવે ખુસુરત અદિતી રાવ હૈદરી મણિરત્નમની વધુ એક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે મણિરત્નમની તમિળ ફિલ્મમાં નજરે પડનાર છે. પદ્માવતમાં ટુકી ભૂમિકા હોવા છતાં તે આ ફિલ્મમાં તેની ભૂમિકાથી તમામને પ્રભાવિત કરી ચુકી છે. પદ્માવત ફિલ્મમાં તે અલાઉદીન ખિલજીની પત્નિના રોલમાં નજરે પડી હતી. તે મહેરુનિસાના રોલમાં નજરે પડી હતી. અદિતિ હવે ફરી એકવાર મણિરત્નમની સાથે કામ કરવા જઇ રહી છે. તે પહેલા તે મણિરત્નમની સાથે ફિલ્મમાં કામ કરી ચુકી છે. કાટરુ વેલિયીદાઇ નામની ફિલ્મમાં તે નજરે પડી હતી. અદિતિ રાવએ નવા હેવાલને સમર્થન આપતા કહ્યુ છે કે વર્ષ ૨૦૧૮માં તેના કરતા વઘારે સારી અપેક્ષા રાખી ન હતી. કારણ કે તે પહેલા માનતી હતી કે પદ્માવત ફિલ્મમાં તેની પાસે કરવા જેવુ કઇ નથી. પરંતુ હવે ફિલ્મમાં તેની પ્રશંસા થઇ છે. હવે મણિરત્નમ જેવા નિર્માતા નિર્દેશકની સાથે તે કામ કરી રહી છે. જેમાં તેની મોટી ભૂમિકા રહેશે. મણિરત્નમની સાથે એક વર્ષ બાદ ફરી કામ કરી રહી છે. મણિરત્નમની સાથે બે ફિલ્મ કરવાનો મતલબ એ છે કે તમે તેમના ફેવરીટ કલાકાર છો. તેના માટે આ મોટી બાબત છે. અદિતિએ તેના રોલના સંબંધમાં કોઇ માહિતી આપી નથી પરંતુ જાણવા મળ્યુ છે કે તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અદા કરી રહી છથે. આગામી મહિનામાં આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ બે ભાષામાં બનનાર છે. તમિળ ભાષામાં તે પોતે સંવાદ બોલવાના પ્રયાસ કરશે. તમિળ ભાષા પર તે ધ્યાન આપી રહી છે. તેના અવાજને ડબ કરવામાં આવી શકે છે. ફિલ્મને લઇને અદિતિ રાવ હૈદરી ભારે ખુશ દેખાઇ રહી છે.

(12:45 pm IST)
  • યુપીઃ જીએસટી કમિશ્નરની લાંચ કેસમાં ધરપકડઃ જીએસટી કમિશ્નર સંસાર સિંહ, જીએસટી કમિશ્નર ઓફિસના ૩ કર્મચારી સહિત કુલ ૯ની ધરપકડ access_time 3:33 pm IST

  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST

  • ગયા વર્ષે યોજાયેલી ગોવામાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાંચ સંબંધીત ટિપ્પણીના આક્ષેપો અંગેના કેસમાં તેમના વિરુદ્ધ નોંધાયેલ મામલામાં નોટિસ ફટકારાઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ આ બાબત પરની આગામી સુનાવણી થશે. કેજરીવાલે જાહેરમાં મતદારોને ગોવા ચૂંટણીઓ દરમિયાન વિપક્ષી દળો દ્વારા મતદાનના બદલામાં આપવામાં આવતી કથીત લાંચ લઈ લેવાની અપીલ કરી હતી. access_time 12:59 am IST