Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

રાજકુમાર-જાહન્વીની ફિલ્મ 'રૂહી અફ્ઝા'નો ફર્સ્ટ લુક આવ્યો સામે

મુંબઈ: બોલિવૂડની હોરર કોમેડી ફિલ્મ રૂહી અફ્ઝાનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં જાહ્નવી કપૂર, રાજકુમાર રાવ અને વરૂણ શર્મા એકદમ ભયભીત અને ડરી ગયા છે. જાહ્નવી કપૂર ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે.ફિલ્મમાં રાજકુમાર, જાહ્નવી અને વરૂણ ઉપરાંત પંકજ ત્રિપાઠી, આમના શરીફ અને રોનિત રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ વર્ષે 20 માર્ચે રિલીઝ થશે. દિનેશ વિજાન અને મૃગદીપ લાંબા ફિલ્મના નિર્માતા છે.ફિલ્મ ઉપરાંત જાહન્વી વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળશે. તેની મુખ્ય ફિલ્મો 'કારગિલ ગર્લ', 'દોસ્તાના 2' અને મલ્ટીસ્ટારર ફિલ્મ 'તખ્ત' છે.

(4:41 pm IST)