Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

કમાણીમાં અક્ષયે ત્રણેય ખાનને પાછળ રાખી દીધા

માત્ર ૪ ફિલ્મોની કમાણી રહી રૂ.૬૬પ.૮૯ કરોડ

મુંબઇ, તા.૩:એક પછી એક સુપરહિટ ફિલ્મો સાથે બોલિવૂડ એકટર અક્ષય કુમાર ફરી એકવખત બોકસ ઓફિસનો કિંગ બનીને ઉભરી આવ્યો છે. અક્ષય કુમાર માટે વર્ષ ૨૦૧૯દ્ગફ્રત્ન વર્ષ ખૂબ સારું રહ્યું. ગત વર્ષે રિલીઝ થયેલી અક્ષય કુમારની કુલ ૪ ફિલ્મો 'કેસરી, 'મિશન મંગલ', 'હાઉસફુલ-૪'અને 'ગૂડ ન્યૂઝે' બોકસઓફિસ પર જબરદસ્ત કમાણી કરી. કમાણીની વાત કરીએ તો બોલિવૂડના તમામ એકટર્સ કરતા અક્ષય કુમાર આગળ નીકળી ગયો છે. અક્ષય કુમારની ફિલ્મોએ આ વર્ષે બોકસ ઓફિસ પર ૬૬૫.૮૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં માર્ચ મહિનામાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ શ્નકેસરીલૃએ આશરે ૧૫૧.૮૭ કરોડ રૂપિયાની કમાણી કરી ત્યારબાદ રિલીઝ થયેલી ફિલ્મ 'મિશન મંગલે' કુલ ૧૯૨.૬૬ કરોડ રૂપિયાની કમાણી કરી.

દિવાળીમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ-૪એ રૂપિયા ૨૦૫.૬૦ કરોડની કમાણી કરી અને હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગૂડ ન્યૂઝ' બોકસ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે માત્ર ૬ દિવસમાં ૧૧૫.૭૫ કરોડની કમાણી કરી છે.

વર્ષ ૨૦૧૯માં અક્ષય કુમારની ચારેય ફિલ્મોનો કુલ બોકસઓફિસ બિઝનેસ ૬૬૫.૮૯ કરોડ રહ્યો. વર્ષ ૨૦૨૦માં અક્ષય કુમારની જે ફિલ્મો રિલીઝ થવાની છે તે 'સૂર્યવંશી', 'પૃથ્વીરાજ', 'લક્ષ્મી બોંબ' અને 'બચ્ચન પાંડે'છે.

(12:50 pm IST)