Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

‘સોશિયલ બ્રાન્ડ એમ્બેસેડર’ પ્રજ્ઞાચક્ષુ “કલગી”એ ગુજરાતી ફિલ્મ “ફેકબુક ધમાલ”નું ટ્રેલર કર્યું લોન્ચ :નવો રાહ ચીંધ્યો

સ્માર્ટફોનના વળગણ સામે સમાજમાં લાલબત્તી દર્શાવવાનો પ્રયાસ

ગુજરાતી ફિલ્મ ‘ફેકબુક ધમાલ’ ના ટ્રેલર નું કલગી રાવલે લોન્ચીંગ કર્યું છે માત્ર ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે જ નહિ પરંતુ કદાચ સમગ્ર વિશ્વના ફિલ્મ જગતમાં એક નવું પ્રકરણ ઉમેરાયું કે જેમાં એક પ્રજ્ઞાચક્ષુ એવી તરુણ વયની કિશોરીએ કોઈ ફિલ્મના ટ્રેલરનું લોન્ચીંગ કર્યું હોય…! કેમ કે સામાન્ય શિરસ્તો એવો રહ્યો છે કે ફિલ્મના ટ્રેલરના લોન્ચીંગ માટે સેલેબ્રીટીને બોલાવવામાં આવે છે. પરંતુ ફિલ્મ ‘ફેકબુક ધમાલ’ના ટ્રેલરનું લોન્ચીંગ એક પ્રજ્ઞાચક્ષુ કિશોરી કલગીએ કરીને ભલે પોતાની પાસે દ્રષ્ટિ નથી છતાં તેમણે પોતાના હાથે ‘ફેકબુક ધમાલ’ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરીને આજના ફેકબુકીયા નવી પેઢીને પણ જાણે કે નવી દ્રષ્ટિ અને નવી દિશા ચીંધી કે જો જો હો સોશિયલ મીડિયા ના ચક્કર-વક્કરમાં ફસાતા નહિ, નહીતર તમારી હાલત પણ ફિલ્મ ‘ફેકબુક ધમાલ’ના પાત્રો જેવી થઇ જશે…!

    સમાજના સળગતા પ્રશ્નોને કેન્દ્ર સ્થાને રાખીને ફિલ્મના માધ્યમ દ્વારા લોકોને તેના ભય સ્થાનેથી અવગત કરાવવામાં કુશળ લેખર મનોજ પટેલ આજના સર્વવ્યાપી સ્ફોટક પ્રશ્નને ધ્યાનમાં રાખીને ફેકબુક ધમાલ નામની કોમેડી થ્રિલર ફિલ્મ લઈને આવ્યા છે જે સમાજમાં લાલબત્તી દર્શાવવાનો ખૂબ જ ઉત્તમ પ્રયાસ છે.
   આજની પેઢી ફેસબુકના દૂષણનો શિકાર બની કેવી કેવી ભૂલો કરીને તેના ફસાય છે અને તેમાંથી નિકળવાના કેવા હવાતિયાં મારે છે. તે રમૂજની સાથે ખૂબ જ સુંદર રીતે ફિલ્મ ફેકબુક ધમાલમાં દર્શાવવામાં આવ્યું છે. આજની જનરેશનને સ્માર્ટ ફોનનું વળગણ કદ બહારનું છે. બાળકો પણ તેમાંથી બાકાત નથી.
   આજે ઘરમાં લોકોએ એકબીજા સાથે વાત કરવા કરતા સોશિયલ મીડિયા નવુ આવ્યું છે. તે જોવામાં રસ છે. ઓફિસમાં તથા રસ્તે ચાલતા મુસાફરોમાં પણ આજ હાલત છે. આ બાબતની ગંભીર અસર આપણા સ્વાસ્થ્યની સાથે સાથે સામાજીક બાબતોને પણ અભડાવે છે.
   માનવી સવારમાં પથારીમાં આંખ ખોલે ત્યારથી તે સૂવે ત્યાં સુધી મોબાઈલમય બનેલો હોય છે. સોશિયલ મીડિયાને લીધે પરિવારોમાં પણ વિખવાદ જોવા મળી રહ્યા છે. તમામ લોકો સ્માર્ટ ફોનના વ્યસની થઈ ગયા છે.

આવા સ્માર્ટ ફોનના વ્યસનીઓ કેવા કેવા સ્કેમમાં ફસાય છે. અને તેના ચક્કરામાંથી બહાર નીકળવા કેવા ધમપછાડા કરે છે. તેનું નિરૂપણ ગુજરાતી ફિલ્મ ફેકબુક ધમાલમાં ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે.

  સ્માર્ટફોનના વળગણ સામે જન જાગૃતિ લાવવાનો પ્રયાસ મનોજ પટેલે હળવી શૈલીમાં ખૂબ જ સુંદ રીતે લોકો સમજી મૂક્યો છે. ફિલ્મના લેખનની સાથે નિર્માણ અને દિગ્દર્શનની જવાબદારી મનોજ પટેલના હાથે કરવામાં આવી છે. સાથે ધ્રુમિત ઠક્કર સહિતના ચાર કો-પ્રોડ્યુસરોએ પણ આ ફિલ્મના નિર્માણ કાર્યમાં અથાગ મહેનત કરી છે

(7:54 pm IST)