Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

રમેશ તુરીને ફિલ્મ ટેલીવિઝન એસો. દ્વારા બેસ્ટ ચીફ ડાયરેકટરનો એવોર્ડ

રાજકોટ, તા. ૩ : ગુજરાતી, હિન્દી, રાજસ્થાની ફિલ્મ ક્ષેત્રે ૪પ વર્ષથી સંકળાયેલા મૂળ વતન બાલીસાણા, (રાજકોટ બી.એસ.એન.એલ.ના રીટાયર્ડ કર્મચારી) રમેશ તુરીને ર૦૧૮નો બેસ્ટ ચીફ ડાયરેકટરનો એવોર્ડ પી.સી. બરંડા, પૂર્વ એસ.પી. છોટા ઉદેપુરના હસ્તે એનાયત કરવામાં આવેલ છે. ગુજરાતી ફિલ્મ ટેલીવિઝન એન્ડ ઇવેસ્ટ એસોસીએશન દ્વારા તાજેતરમાં લક્ષ્મી સ્ટુડીયો, વડોદરા મુકામે પ્રમુખ રાજેશ ગોહેલ તથા તેમની ટીમ દ્વારા આયોજીત એક સમારોહમાં પડદા પાછળના કલાકારો તેમજ તમામ ટેકનીશ્યનો જેવા કે સ્પોટ બોયથી લઇ આ ક્ષેત્રમાં સંકળાયેલા તમામનું સન્માન કરવામાં આવેલ. તે સમયે આ એવોર્ડ રમેશ તુરી (મો. ૯૪ર૮૭ ૮૮૮૪ર)ને  અપાયો હતો.

(3:56 pm IST)