Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

બ્રહ્મરાક્ષસની બીજી સિઝનમાં સત્ય ઘટનાનો આધાર

તાજેતરમાં ઝી ટીવી પર શરૂ થયેલી સિરીયલ બ્રહ્મરાક્ષસ-૨ની કહાની કાલ્પનિક નહિ પણ સત્ય ઘટના પર આધારીત હોવાનો દાવો કરાયો છે. પહેલી સિઝનમાં લોકવાયકાઓનો સમાવેશ કરાયો હતો. પણ આ વખતે લોકવાયકા ઉપરાંત થોડા વર્ષ પહેલા ઉત્તરાંચલમાં બનેલી એક ઘટનાનો પણ આધાર લેવાયો છે. સિરીયલમાં કાલિંદી નામની વીસ વર્ષની યુવતિ કે જે અંબાલામાં રહે છે તેની કહાનીનો આધાર લેવાયો છે. કાલિંદીનો આધાર લઇને બ્રહ્મરાક્ષસ પાછો આવવા ઇચ્છે છે. તે પોતાનું અમરત્વ મેળવા મથે છે. કાલિંદીની કમનસિબી એ છે કે તેના જીવનમાં અમુક એવી ઘટના બની છે કે તેના કારણે બ્રહ્મરાક્ષસ પાછો લાવવામાં તે નિમીત બનવાની છે. કાલિંદીના જીવનમાં અંગતની એન્ટ્રી થાય છે. અંગદ બ્રહ્મરાક્ષસના રસ્તાનો વિલન બની જાય છે. તેને દૂર કરવાનું બ્રહ્મરાક્ષસ નક્કી કરે છે.  પ્રેમની તાકાત સામે કાલિંદી કઇ રીતે લડે છે તે આ સિરીયલમાં દેખાડાશે. નિક્કી શર્મા અને પર્લ વી પુરી મુખ્ય ભુમિકામાં છે.

 

(9:36 am IST)