Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મિનિશા લાંબાનું ડિજિટલ ડેબ્યુ: વેબ-સિરીઝ કસકમાં ગુજરાતી છોકરીના પાત્રમાં દેખાશે

'કસક'માં મીનલ નામની અપર મિડલ ક્લાસ ગુજરાતી યુવતીનું પાત્ર ભજવશે

મુંબઈ  : 'યહાં' ફિલ્મથી કરીઅર શરૂ કરનાર મિનિશા લાંબા છેલ્લે 'ભૂમિ' ફિલ્મમાં ટૂંકા પાત્રમાં હતી. વચ્ચે તેણે 'છૂના હૈ આસમાં' અને 'તેનાલી રામા' જેવી સિરિયલોમાં પણ કામ કર્યું. હવે તે ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ 'ઉલ્લુ'ની આગામી વેબ-સિરીઝ 'કસક'માં ડેબ્યુ કરી રહી છે.

  'કસક'માં એક એવી નર્સ તરીકે ફરજ બજાવતી છોકરીની વાત છે જેની સાથે બળાત્કાર અને અત્યાચાર થયો છે. તે રેપ-વિક્ટિમ શીતલ નામની યુવતીના પાત્રમાં 'હેટ સ્ટોરી 4'માં દેખાયેલી અભિનેત્રી ઇહાના ઢિલ્લોન છે. મિનિશા લાંબા 'કસક'માં મીનલ નામની યુવતીનું પાત્ર ભજવી રહી છે જેનું બૅકગ્રાઉન્ડ અપર-મિડલ ક્લાસ ગુજરાતી પરિવારનું છે. તે સોશ્યલ વર્કર છે અને પોતાની જિંદગીમાં ખુશ છે. ભૂતકાળમાં તેની જિંદગી શીતલે બચાવી હોય છે ત્યાર પછી બન્ને છૂટી પડી ગઈ હોય છે. વર્ષો પછી જ્યારે શીતલ સાથે દર્દનાક ઘટના બને છે ત્યાર પછી બેઉ ભેગી થાય છે.
  મિનિશાનું પાત્ર ખાસ્સું રસપ્રદ હોય એવું લાગી રહ્યું છે. તેનું પાત્ર સિરીઝમાં આગળ જતાં શીતલ માટે ડેથ પિટિશન પણ ફાઇલ કરે છે જેથી તે અસહ્ય વેદનામાંથી છૂટકારો મેળવી શકે.
   ઇહાના અને મિનિશા ઉપરાંત વિનીત રૈના, શરહાન સિંહ, ગાર્ગી પટેલ અને રિયો કાપડિયા અભિનીત 'કસક' દીપક પાંડેએ ડિરેક્ટ કરી છે અને એની વાર્તા પરથી તે મુંબઈની નર્સ અરુણા શાનબાગની રિયલ-સ્ટોરી પરથી રફલી ઇન્સ્પાયર્ડ હોય એવું લાગી રહ્યું છે.

(1:13 pm IST)